- ભાવનગરમાં સપ્ટેમ્બરનો વરસાદે ખેડૂતોના પાકને ઉગારી સોના જેવો બનાવ્યો
- 4.50 લાખ હેકટર પૈકી જિલ્લામાં 4,18,170 હેકટરમાં બાવેટર કરવામાં આવ્યું
- કપાસ, મગફળી અને બાજરીનું વાવેતર ખેડૂતોએ 60 ટકા કરતા વધુ કર્યું
ભાવનગર: જિલ્લામાં મેઘરાજાની મહેરથી ખેડૂતનો તાત સારામાં સારા પાક મેળવવા તરફ જઈ રહ્યો છે. ખેતીવાડી વિભાગ અને ખેડૂત એકતા સંઘે પણ પાછોતરા વરસાદથી ફાયદો જણાવ્યો છે સપ્ટેમ્બર બાદ જો ઓક્ટોમ્બરમાં વરસાદ આવે તો નુકશાનની ભીતિ ઉભી થઇ શકે છે જો કે હાલમાં 75 ટકા વરસાદથી જિલ્લાના પાકો ખીલી ઉઠ્યા છે
ભાવનગર જિલ્લામાં કયો પાક અને કેવી હાલતમાં
જિલ્લામાં સાડા ચાર લાખ હેકટર જમીન વાવેતર માટે નોંધાયેલી છે જેમાં ચોમાસાનું વાવેતર 4.18 લાખ હેકટરમાં કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બરના વરસાદ પહેલા પાક ઉપર ખતરો ઉભો થયો હતો પરંતુ જે રીતે સપ્ટેમ્બરમાં વરસાદનું આગમન થયું તેથી પાક ઉગરી ગયો છે. હાલમાં ખેડૂતોનો જિલ્લામાં પાક સોળે કળાએ ખીલેલો છે.
આ પણ વાંચો : કોંગ્રેસે ફરી વિધાનસભા પક્ષની બેઠક બોલાવી, જાખરને મળી શકે છે પંજાબની કમાન