- ભાવનગરમાં એક દિવસમાં બે હત્યાના બનાવથી (Double Murder) ચકચાર
- બંધ ફ્લેટમાંથી મહિલાનો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
- સવારે સગીર યુવકનો મૃતદેહ મળ્યો હતો, પોલીસે બંને કેસમાં તપાસ શરૂ કરી
ભાવનગરઃ શહેરમાં એક દિવસમાં બે હત્યાના બનાવથી શહેર ફરી રક્તરંજીત બન્યું છે. શહેરમાં વરતેજ નજીક નાની વયના યુવક અને 30 વર્ષની મહિલાનો મૃતદેહ બાંધેલી હાલતમાં ફ્લેટમાંથી મળતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ આદરી હતી. ફ્લેટ બીજાની માલિકીનો અને મૃતકની મહિલાનો રહેણાંક અલગ હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃMURDER NEWS : અમદાવાદમાં મોબાઈલ ચોરીની શંકા રાખીને યુવકની હત્યા
મહિલાનો મૃતદેહ ફ્લેટમાંથી મળ્યો વરતેજના સગીર યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં શહેરમાં સાંજે તખ્તેશ્વર વિસ્તારમાં આવેલા ટીબી ઝેડની સામે આવેલી જનકલ્યાણ હાઉસીંગ સોસાયટીના ફ્લેટના બીજા માળેથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવતીનું નામ અંકિતા પ્રકાશભાઈ જોશી (ઉં.વ. 28) હોવાનું જણાયું હતું. જ્યારે તે ભાંગલી ગેટ પાસે રહેતી હતી અને તેના છૂટાછેડા પણ થઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચોઃકડી હત્યા કેસઃ 17 વર્ષથી ફરાર આરોપીની પોલીસે કરી ધરપકડ, ગુજરાતની પ્રથમ આરોપી કે જેને પકડવા માટે સરકારે ઇનામ જાહેર કર્યુ હતું