ભાવનગર- ભાવનગરની સર ટી હોસ્પિટલમાં (Doctors Strike in Bhavnagar ) 1000 કરતા વધુ બેડ છે અને દરેક વિભાગમાં ડોક્ટરોની ટીમ છે. પરંતુ હાલમાં ચાલી રહેલી હડતાળ વચ્ચે દર્દીઓ હેરાન થયા છે કે શું દર્દીઓ માટે ડોક્ટરની વ્યવસ્થા છે? એ સમગ્ર બાબત જાણવા ETV BHARAT એ હોસ્પિટલમાં રિયાલિટી ચેક (Reality check at Bhavnagar Sir T Hospital) કર્યું હતું. ભાવનગર શહેરમાં સર ટી હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં ભાવનગર જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી લોકો સારવાર માટે આવે છે. ETV BHARAT એ રિયાલિટી ચેક કરી અને દર્દીના સગા સાથે વાતચીત કરી હતી. હડતાળહોવા છતાં કેમ થાય છે સર્જરી તે જાણો.
રિયાલિટી ચેકમાં દર્દીના સગાંએ જણાવી હકીકત- ભાવનગર શહેરના સર ટી હોસ્પિટલમાં OPD થી લઈને દરેક વિભાગમાં અલગ અલગ સર્જરી વિભાગ આવેલા છે. આકરી ગરમીમાં જ્યારે ડોક્ટરો હડતાળ ઉપર છે. તેવામાં ETV BHARAT એ રિયાલિટી ચેક કરતા સત્ય હકીકતો (Reality check at Bhavnagar Sir T Hospital) સામે આવી હતી. સર ટી હોસ્પિટલના ચોથા માળે આવેલા ઓર્થોપેડિક વિભાગની મુલાકાત ETV BHARAT એ લીધી હતી. રિયાલિટી ચેકમાં ખરા તડકામાં 1 કલાકની આસપાસ પણ સર્જરી (OPREATION) વિભાગ કાર્યરત જોવા મળ્યો હતો. દર્દીના બહાર બેઠેલા દર્દીઓએ જણાવ્યું હતું કે હડતાળ (Doctors Strike in Bhavnagar )જરૂર છે પણ અમને જે સમય આપ્યો હતો તે સમયે ઓપરેશન થઈ રહ્યું છે.