- શ્રાવણમાસમાં હનુમાનજીની શનિવારે ભક્તિનું અનેરું ફળ
- શનિવારે સિંદૂર લગાવી નૈવૈદ્ય ચડાવી હનુમાન ચાલીસા કે રામસ્તોત્રનું ઉત્તમ ફળ
- શનિ ચાલીસા સાથે હનુમાનજીની પૂજા કરવી ભક્તો માટે ઉત્તમ શ્રાવણમાં
ભાવનગર: પવિત્ર શ્રાવણમાસમાં ભગવાન શિવ સાથે રુદ્ર અવતાર એવા હનુમાનજી મહારાજની પૂજાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણના શનિવારે હનુમાન ચાલીસાના પાઠ,હનુમાન કવચ અને રામસ્તોત્રના પાઠથી દરેક કષ્ટોમાંથી હનુમાનજી મુક્તિ અપાવે છે એટલું નહિ તેમની 16 પ્રકારે પૂજા પણ થાય છે.
હનુમાનજીની શનિવારની પૂજા કેમ શુ છે આ રુદ્ર અવતાર
ભાવનગર શિવનો રોડર અવતાર એટલે હનુમાનજી મહારાજ જેમને ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન રામના શરણમાં રહીને રાવણ જેવા રાક્ષસ સામે યુદ્ધ જીતવામાં મદદરૂપ બન્યા હતા. આમ તો રુદ્ર અવતાર હોવાથી હનુમાનજી એકલા રાવણનો નાશ કરી શકતા હતા. જો કે 9 ગ્રહને ખાટલાના પાયામાં સમાવી રાખનાર રાવણના કબ્જામાંથી હનુમાજીએ મુક્તિ અપાવેલી હતી. હનુમાનજીની પૂજા શનિવારના રોજ કરવામાં આવે છે કારણ કે કર્મનું ફળ આપનાર શનિદેવને મુક્તિ હનુમાનજીએ અપાવી હતી આથી શનિવારે હનુમાનજીની ભક્તિ કરે તેને શનિદોષમાંથી મુક્તિ મળે છે.