- સર ટી હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરમાં ઓક્સિજન બંધ થયાની ચર્ચા
- ઓક્સિજન ઘટવાથી 7થી વધુ લોકોના મૃત્યુ થયાની ચર્ચાઓ
- હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટિવે વાતને પાયા વિહોણી ગણાવી
ભાવનગર :શહેરના સર ટી હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરમાં ઓક્સિજન થોડા સમય માટે બંધ થયું હોવાના સમાચાર વહેતા થતા સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, ઓક્સિજન ઘટવાથી 7થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જોકે, આ મામલે સર ટી હોસ્પિટલે આ વાતને પાયા વિહોણી ગણાવી છે.
આ પણ વાંચો : ઇફ્કો દ્વારા રાજ્યની હોસ્પિટલ્સમાં વિનામૂલ્યે અપાશે ઓક્સિજન
7 જેટલા મૃત્યુ થતા લોકોમાં ઓક્સિજન બંધ થવાની ચર્ચા જાગી
ભાવનગર સર ટી હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટર સહિત દરેક કોરોનાના ઉભા કરેલા વોર્ડમાં પાઈપલાઈનથી ઓક્સિજન પૂરું પાડવામાં દર્દીઓને આવે છે. ત્યારે ગઈકાલે 7 જેટલા મૃત્યુ થતા લોકોમાં ચર્ચા જાગી હતી કે, ઓક્સિજન બંધ થવાથી મૃત્યુ થયા છે .જોકે, ચર્ચાતી વાતમાં બાયોલોજીકલ એન્જીનીયરને બોલાવવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. એવામાં સર ટી હોસ્પિટલ વિવાદમાં આવ્યું છે કે, ક્યાંક બેદરકારી તો નથી.