- રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી
- ભાવનગરના તજજ્ઞોએ કરી ચર્ચા
- ત્રીજા વિકલ્પનું ફૂટ્યું બીજ
ભાવનગર: જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી બાકી છે અને મહાનગરપાલિકાના પરિણામમાં ત્રીજો વિકલ્પ ઉભરીને આવ્યો છે. ખેતીવાડીની ભાષામાં જેમ બીજનો બણગો ફૂટે તેમ મહાનગરપાલિની ચૂંટણીમાં ત્રીજા વિકલ્પનું બીજ ફૂટ્યું છે. આ સાથે જ તજજ્ઞોએ જણાવ્યું કે, ત્રીજા વિકલ્પ પ્રત્યે મતદારોનો મિજાજ બદલાયો હોઈ તેવી સ્થિતિ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી છે.
મહાનગરપાલિકાના પરિણામની સ્થિતિ
ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર અને સુરતે ગત 60 વર્ષ કોંગ્રેસને આપ્યાં અને બાદમાં 25 વર્ષ ભાજપને આપ્યાં હતાં. જે બાદ મતદારોના મિજાજમાં પરિવર્તનનો પ્રારંભ થયો છે. સુરતમાં મહાનગરપાલિકામાં એક સમાજ ત્રીજો વિકલ્પ બનેલી AAP પાર્ટીમાં જોડાઈને કેટલીક બેઠકો મેળવી છે, જ્યારે જામનગરમાં બહુજન સમાજવાદી પાર્ટીને મળેલી બેઠક જરૂર દર્શાવે છે કે પરિવર્તનનું બીજ ક્યાંક ફૂટ્યું છે.
ત્રીજા વિકલ્પ પાછળ તજજ્ઞોનો મત
ભાવનગર પાલીતાણા નગરપાલિકામાં 2015માં એક બેઠક CPMના ફાળે ગઈ હતી, ત્યારે તાજેતરમાં સુરત અને જામનગર જે રીતે અન્ય પક્ષો બેઠક જીતી રહ્યા છે, તેને લઈને વરિષ્ઠ પત્રકાર અને રાજકીય નેતાઓએ પોતાના મત આપ્યા છે. આ અંગે વરિષ્ઠ પત્રકાર જયેશ શુક્લએ જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકામાં પણ નિષ્ફળ ગઈ છે. જેથી લોકોએ નવા પક્ષ પર વિશ્વાસ મૂકવાનો પ્રારંભ કર્યો છે.