ભાવનગર : ભાવનગર શહેરમાં તુવેરદાળને લઈને કાળો (Bhavnagar Ration Shop) કકળાટ સામે આવ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સરકારે માર્ચ માસમાં તુવેરદાળ (Bhavnagar Toor Dal Distribution) સસ્તા ભાવે આપવાની જાહેરાત કર્યા બાદ હજુ વિતરણ પૂર્ણ થયું નથી. અડધો અડધ જિલ્લો તુવેરદાળથી (Bhavnagar Ration Shop Toor Dal) વંચિત છે. શહેરમાં મોટાભાગે તુવેરદાળ વિતરણ કરાયું નથી. ચૂંટણી માથે આવીને ઉભી રહે તે સમયે કદાચ તુવેરદાળ વિતરણ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
લ્યો બોલો..! ભાવનગરમાં તુવેરદાળ ચૂંટણીમાં મુદ્દો બનશે આવા થાય છે સવાલો
ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલું રેશન શોપ (Bhavnagar Ration Shop) સુધી જાહેરાત બાદના બે મહિના વીતવા છતાં હજુ પૂર્ણ તુવેરદાળ (Bhavnagar Ration Shop Toor dal) વિતરણ કરાઈ નથી. મફત તો નહીં પણ રાહત ભાવે આપવાની તુવેર દાળ પણ લોકો (Bhavnagar Toor Dal Distribution) સુધી હજુ પહોંચી નથી. સવાલ એ થાય છે કે, શુ તુવેરદાળ ચૂંટણીમાં મુદ્દો લઈને આવશે ?
તુવેરદાળની શહેરમાં સ્થિતિ -ભાવનગર શહેરમાં ત્રણ ઝોનમાં રેશન શોપોનું (Toor Dal in Bhavnagar Ration shop) વિતરણ કરવામાં આવેલું છે. આ ત્રણ ઝોનમાં કુલ જોઈએ તો 79,534 રેશનકાર્ડ ધારકો છે. જેની સંખ્યા અંદાજે લોકોની 3 લાખ 20 હજાર આસપાસ થવા જાય છે. પુરવઠા અધિકારી સૂરજ સુથારે જણાવ્યું હતું કે, માર્ચમાં જાહેરાત બાદ તુવેરદાળનું વિતરણ કરવાની શરૂઆત કરી દીધી હતી. હાલમાં શહેરમાં ત્રણ ઝોનમાં જોઈએ તો ઝોન 1 માં 48 રેશન શોપમાંથી 38 શોપમાં હજી વિતરણ બાકી છે. તો ઝોનલ 2 માં 41 રેશન શોપમાંથી 32 રેશન શોપમાં વિતરણ બાકી છે. જ્યારે ઝોનલ 3 માં 40 રેશન શોપમાંથી 27 રેશન શોપમાં હજુ તુવેરદાળનું વિતરણ બાકી છે. જે ટૂંક સમયમાં વિતરણ કરી દેવાશે.
આ પણ વાંચો :ગરીબોના હકનું અનાજ છીનવી કમાણી કરનારા સામે સરકાર શું કરી રહી છે તે જણાવે- હાઇકોર્ટ
વિતરણ કેટલું બાકી ભાવ -ભાવનગર જિલ્લામાં કુલ રેશન શોપ તંત્રના ચોપડે નોંધાયેલા 693 રેશન શોપ નોંધાયેલી છે. જેના કુલ 3.50 લાખ શહેર જિલ્લાના રેશનકાર્ડ ધારકો છે. 3.50 લાખ રેશનકાર્ડના પરિવાર સાથે લોકોની ગણતરી કરવામાં આવે તો 17.60 લાખ થાય છે. ત્યારે NFSA રેશનકાર્ડ ધારકોમાં (Bhavnagar Ration Card Holders) 693 રેશન શોપ પૈકી 432 રેશન શોપને વિતરણ કરાયું છે. તો હજુ 261 રેશન શોપ બાકી છે, એટલે અડધો જિલ્લો બાકી છે. ચૂંટણી માથે છે ત્યારે રેશનશોપ માલિકોને અગાઉ પૈસા લઈ લીધા બાદ હજુ વિતરણ પૂર્ણ નથી થયું. ગરીબોને તુવેરદાળ મફત નહિ પણ 50 રૂપિયે કિલો રાહતના ભાવે આપવાની છે.આ તુવેરદાળમાં પણ દમ નહિ હોવાનું મળેલા જથ્થાના રેશન શોપ માલિકોમાં ફરિયાદો ઉઠવા લાગી છે.