ગુજરાત

gujarat

ETV Bharat / city

આયાતના બદલે ડિહાઇડ્રેશન ડુંગળી ગૃહિણીઓ માટે બની શકે છે આશીર્વાદરૂપ - ડિહાઇડ્રેશન ડુંગળી ભાવનગરમાં

ભાવનગર: જિલ્લામાં ડુંગળી પક્વવાનું પીઠું હોવા છતાં ડુંગળીની કિંમત આસમાને આંબી ગયા છે. ડિહાઇડ્રેશન કરેલી ડુંગળીથી ગૃહિણીઓને ડુંગળી સમારવાનું કામ ઘટી શકે છે, ઉપરાંત સસ્તી અને જોઈતી માત્રામાં ઉપયોગ પણ કરી શકશે. ગૃહિણીઓની માગ છે કે, ડિહાઇડ્રેશન ડુંગળીને બજારમાં મુકવામાં આવે, જેથી 15 દિવસના બદલે રોજ તેઓ ડુંગળીનો સ્વાદ લઈ શકે.

ETV BHARAT
આયાતના બદલે ડિહાઇડ્રેશન ડુંગળી ગૃહિણીઓ માટે બની શકે છે આશીર્વાદરૂપ

By

Published : Dec 31, 2019, 7:49 PM IST

ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર હોવા છતાં કિંમતો આકાશને આંબી રહી છે, જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. મહુવામાં ડુંગળીના ડિહાઇડ્રેશન પ્લાન્ટ આવેલા છે માટે જો આયાત કરવાના બદલે ડિહાઇડ્રેશન ડુંગળી બજારમાં મુકવામાં આવે, તો પણ સમસ્યાનું સમાધાન આવી શકે છે.

આયાતના બદલે ડિહાઇડ્રેશન ડુંગળી ગૃહિણીઓ માટે બની શકે છે આશીર્વાદરૂપ

મહુવા અને તળાજા પંથક ડુંગળી પકવવામાં અગ્રરેસર છે. ભાવનગર સમગ્ર દેશમાં ડુંગળી પકવવામાં બીજા ક્રમે આવવા છતાં ભાવનગરવાસીઓને 100 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી ખરીદવી પડે છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ગૃહિણીઓનું માનવું છે કે, ઘરમાં ડુંગળી ડિહાઇડ્રેશન કરેલી મળતી હોય અને સસ્તી હોઈ તો સરકારે તેની ઉપલબ્ધી તાત્કાલિક ધોરણે કરીને સમસ્યા હલ કરવી જોઈએ.

આયાતના બદલે ડિહાઇડ્રેશન ડુંગળી ગૃહિણીઓ માટે બની શકે છે આશીર્વાદરૂપ

ડિહાઇડ્રેશન ડુંગળી અંગે ભાવનગરવાસીઓ અજાણ છે. મહુવામાં આવેલા ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં તૈયાર થનારી ડુંગળી વિદેશમાં નિકાશ કરવામાં આવે છે. ડિહાઇડ્રેશનના માલિકે પ્રદર્શન કરીને લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

આયાતના બદલે ડિહાઇડ્રેશન ડુંગળી ગૃહિણીઓ માટે બની શકે છે આશીર્વાદરૂપ

ABOUT THE AUTHOR

...view details