ગત વર્ષે કરતા 2020ના વર્ષમાં ક્રાઇમ રેસિયામાં ઘટાડો
જેમાં ઘરફોડના 2019માં 123 બનાવ 2020માં 96 બનાવ
ખૂનની કોશિશના 2019માં 29 બનાવ 2020માં 19 બનાવ
અપહરણ ના 2019માં 107 બનાવ 2020માં 54 બનાવ
2019 સરખામણીમાં વર્ષ 2020માં બનેલ ગુનાહોમાં 15 ટકાનો ઘટાડો
ગત વર્ષે કરતા 2020ના વર્ષમાં ક્રાઇમ રેસિયામાં ઘટાડો
જેમાં ઘરફોડના 2019માં 123 બનાવ 2020માં 96 બનાવ
ખૂનની કોશિશના 2019માં 29 બનાવ 2020માં 19 બનાવ
અપહરણ ના 2019માં 107 બનાવ 2020માં 54 બનાવ
2019 સરખામણીમાં વર્ષ 2020માં બનેલ ગુનાહોમાં 15 ટકાનો ઘટાડો
ભાવનગર :શહેર એ કલા અને સંસ્કારી નગર તરીકે જાણીતું છે.ભાવનગર જિલ્લાની સ્થાપના 1723માં મહારાજા ભાવસિહજી બીજાએ કરી હતી.ત્યારબાદનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી કે જેઓ શાંત સ્વભાવ તેમજ હર હમેશ પોતાની પ્રજા માટે અનેક લોક ઉપયોગી કર્યો તેમજ ધર્મિક સ્થળો તેમજ પ્રજાલક્ષી કર્યો તેમના દ્વારા કરવામાં આવેલ છે.ભાવનગર જિલ્લામાં કુલ 10 તાલુકા તેમજ 800 ગામડાઓ આવેલ છે.આ ઉપરાંત જિલ્લામાં અનેક ધાર્મિક સ્થળો તેમજ ફરવાલાયક સ્થળો આવેલ છે.
કાયદો અને વ્યસ્થા જાળવવા માટે કુલ-૧૮૩૩ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ
ભાવનગરએ ઔદ્યોગિક ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે. જેમાં આલ્કોક એશડાઉન,હીરા ઉદ્યોગ,ઓઈલ મિલ ,મીઠા ઉદ્યોગ,ટેક્ષ્ટાઈલ ,અલંગ શીપ બ્રેકીંગ જેવા મોટા ઉધ્યોગો આવેલા છે.જિલ્લાની વસ્તી પર નજર કરવામાં આવેતો જિલ્લામાં અંદાજે 25 લાખ વસ્તી જેમાં અર્બન વિસ્તારમાં 10 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 15 લાખ વિવિધ જાતી ધર્મના લોકો વસવાટ ધરાવે છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લો 160 કીમીનો દરિયાઈ કિનારાનો વિસ્તાર ધરાવે છે. જે દરિયા કિનારે 66 જેટલા નાના-મોટા ગામડાઓમાં ગામલોકો વસવાટ કરે છે.એવી શાંત પ્રિય વસ્તી વિસ્તાર,ઉદ્યોગો,ધાર્મિક સ્થળો,સમાજિક-શેક્ષણિક સંસ્થાઓ તેમજ વિવિધ પરિબળોનાં કાયદો અને વ્યસ્થા માટે કુલ-1833 પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા 24 કલાક અપાર સેવા આપવામાં આવી રહી છે.
શું કહેવું છે ગુહ્નાઓ બાબતે રેન્જ આઈનું
ભાવનગર શહેર તેમજ બોટાદ,અમરેલી એમ ત્રણ જિલ્લાને સાંકળતી કાયદો અને વ્યવસ્થા જાળવવા રેન્જ ઓફિસ ભાવનગર શહેરમાં આવેલ છે.વર્ષ ૨૦૨૦ દરમ્યાન પોલીસ દ્વારા શહેરમાં બનતા અનેક ગુહ્નાઓ જેવા કે મડર,લુટ,ચોરી,ઘરફોડ ચોરી,અપહરણ,રાયોટીંગ જેવા ગુહ્નાઓ બાબતે પોલીસ દ્વારાએ ગુહ્નાઓને ડીટેકશન કરી આરોપીઓને ઝડપી કાર્યવાહી કરવામાં આવેલ ગુહ્નાઓ પર નજર કરવામાં આવેતો વર્ષ ૨૦૧૯ કરતા વર્ષ ૨૦૨૦ વર્ષના અંત સુધીમાં 15 ટકા જેટલો ઘટાડો ગુહ્નાઓમાં થયો છે.વર્ષ 2020 સુધીમાં થયેલ ગુહ્નાઓ અને પોલીસ દ્વારા ડીસેક્શન કરવામાં આવલે છે.
કોરોના કાળ દરમિયાન જન જાગૃતિ અને નિયમોનું ઉલઘન કરતા ને પાઠ
હાલ ચાલી રહેલ કોરોના સંક્રમણની સ્થિતિમાં પણ પોલીસ દ્વારા 24 કાલાક ફરજ બજાવી સંક્રમણ ને રોકવામાં અહમ ભૂમિકા દાખવેલ છે.કોરોના સંક્રમણ ને રોકવા રાજ્ય સરકાર દ્વારા માસ્ક ફરજયાતનાં નિયમનું ઉલંઘન કરતા લોકો ને પોલીસ દ્વારા શિક્ષાત્મક પગલાઓ ભરી વાહનોને ડીટેન કરી આશરે 6 લાખ રૂપિયા જેટલા દંડની રકમ ની વસુલાત કરવામાં આવેલ છે. ઉપરાંત ગ્રામ્યકક્ષાએ કોરોના સંક્રમણ ને રોકવા જન જાગૃતિ માટે પોલીસ દ્વારા એક અભિયાન પણ ચલાવી લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ બાબતે માહિતગાર કરવામાં આવે છે.