- ભાવનગર મહાનગરપાલિકાની Bhavnagar standing committee Meeting માં મહત્ત્વના નિર્ણય
- મનોરંજન માટે લોકોને ઘણો ફાયદો કરી આપવામાં આવ્યો
- ફોરેન ટૂરના 4 લાખના બિલનો ઠરાવ ફગાવી દેવાયો
ભાવનગરઃ ભાવનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની ( standing committee ) બેઠક મળી હતી જેમાં અગત્ય કેટલાક ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. તો ક્યાંક ઝટકો આપતા ખર્ચનો ઠરાવ ફગાવાયો છે. વિકાસના કામોને લીલી ઝંડી આપી છે જેથી મનોરંજન માટે પણ લોકોને ઘણો ફાયદો કરી આપવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં 18 ઠરાવો મૂકવામાં આવ્યાં હતાં
ભાવનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ( standing committee ) 18 ઠરાવો મૂકવામાં આવ્યાં હતાં. તેમાં અગત્યના નિર્ણયોને બહાલી આપવામાં આવી છે. જ્યારે વર્ષો પહેલા બારોબાર વિદેશ ગયેલા અને મહાનગરપાલિકામાં બિલ મૂકનાર ચાર અધિકારીના આશરે 4 લાખ જેવી રકમ આપવાના ઠરાવને ફગાવી દેવાનો નિર્ણય કરાયો હતો એટલે મળવાપાત્ર રકમ આપશેે નહી. અધિકારીએ મૂકેલા બિલો વર્ષોથી સ્ટેન્ડિંગમાં પડતર રહ્યાં હતાં, જ્યારે આ સ્ટેન્ડિંગ દ્વારા નિર્ણય કરીને પૂર્ણ વિરામ મૂકી દીધું છે.
સ્ટેન્ડિંગમાં આવાસ યોજનામાં વધુ 20 લાખ કન્સલ્ટન્ટને ફાળવ્યાં
સ્ટેન્ડિંગ કમિટીમાં ( standing committee ) મહાનગરપાલિકાના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરીમાં કન્સલ્ટન્ટને કોરોના ગાઈડલાઈન અને ફાયરના સાધનો મામલે વધુ 24 લાખની માગણીનો ઠરાવ સામેલ હતો. જેમાં અધ્યક્ષસ્થાનેથી 20 લાખ મંજૂર કરવામાં આવ્યાં છે. એટલે કે કન્સલ્ટન્ટને વધુ પૈસા ગાઈડલાઈન અને ફાયરના નામે આપવામાં આવશે. જ્યારે રહેણાંકમાંથી કોમર્શિયલ કરવાના પણ બે ઠરાવો મંજૂર કરવામાં આવ્યાં છે.