- રોજમેળની ખરીદીની શરૂઆત અગિયારસનાં દિવસથી પ્રારંભ થાય છે
- હવે વ્યાપારીઓ ફક્ત પૂજા કરવાં માટે જ રોજમેળની ખરીદી કરે છે
- ટેકનોલોજી આવતાં રોજમેળ વિસરાઇ રહી છે
ભાવનગર : ભાવનગર શહેરમાં રોજમેળની ખરીદીની શરૂઆત અગિયારસનાં દિવસથી પ્રારંભ થઇ જાય છે. આખા વર્ષનો હિસાબ એક સમયે રોજમેળમાં રાખવામાં આવતો હતો. રોજમેળનું સ્થાન હાલમાં ટેકનોલોજીએ લઈ લીધું છે. રોજમેળનાં વેપારીએ જણાવ્યું હતું કે, હાલમાં રોજમેળની ખરીદી ફક્ત પૂજા કરવાં માટે જ થાય છે, કોમ્પ્યુટર આવતાની સાથે હવે ધાર્મિકતાને કારણે ખરીદી કરી રહ્યા છે તેમાંય કોરોનાનાં કારણે બે વર્ષથી ખૂબ ઓછી ખરીદી જોવાં સાવ ઓછા પ્રમાણમાં થતી હતી પરંતુ આ વર્ષે બજારમાં ગ્રાહકો જોવા મળી રહી છે.
ટેકનોલોજી આવતાં રોજમેળ ભૂલાઈ
ભાવનગરમાં વ્યાપારીઓ વાર્ષિક હિસાબ પહેલાં રોજમેળમાં રાખતા હતા પરંતુ ટેક્નોલોજીનાં સમયમાં હવે કોમ્પ્યુટરમાં હિસાબ કરવામાં આવે છે. આ બાબતે મનીષભાઈ વેપારીએ જણાવ્યું હતું કે, આજે GST, Tax, Bill બધું કોમ્પ્યુટર ઉપર નિર્ભર બની જતાં રોજમેળનો ચીલો ભૂંસાઈ રહ્યો છે. હાલમાં ધર્મની દ્રષ્ટિએ શુકન કરવાનાં હેતુથી રોજમેળની ખરીદી કરવામાં આવે છે જેથી શુકન સચવાઈ જાય છે. દિવસે દિવસે વધતી ટેક્નોલોજીમાં એક પેઢીને રોજમેળ વિશે જ્ઞાન પણ નહીં હોય તેવી સમસ્યા સર્જાય તો નવાઈ નહિ.