- નિયમનું ઉલ્લંઘન થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
- શહેરમાં કરફ્યૂનું પાલન કરાવવામાં આવશે
- દિવસે માસ્કને લઈને કાર્યવાહી કડક થશે
ભાવનગર:શહેરમાં રાત્રી કરફ્યૂના પગલે ભાવનગર DSPએ કડક ભાષામાં નિયમોનું પાલન કરવાનું જણાવ્યું છે. DSPએ કરેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, સરકારના જાહેરનામા પ્રમાણે કડક કાર્યવાહી કરાશે અને લોકડાઉનનું પાલન કરાવવામાં આવશે.
નિયમનું ઉલ્લંઘન થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ પણ વાંચો:હાઇકોર્ટના નિર્દેશ બાદ મહત્વનો નિર્ણય, 20 શહેરોમાં રાત્રિના 8 કલાકથી 6 કલાક સુધી કરફ્યૂ
ભાવનગરમાં રાત્રી કરફ્યૂનું કડક થશે પાલન
ભાવનગર શહેરમાં લોકડાઉન બાદ ફરી કડક પગલાં રૂપે રાત્રી કરફ્યુ સામે આવ્યું છે. 7 એપ્રિલના રાત્રે 8 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂ રહેશે. પોલીસ રાત્રી દરમિયાન કડક અમલવારી કરાવશે અને ઇમરજન્સી સિવાય બહાર નીકળેલા લોકો સામે કાયદેસર રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની નોંધ લેવા માટે DSPએ પ્રજાને ટકોર કરી છે.
આ પણ વાંચો:વધતાં જતા કોરોના સંક્રમણને કારણે લોકડાઉન અથવા કરફ્યૂ ઉભો થવાની શક્યતાઓ
રાત્રે કરફ્યૂ સાથે ચેકપોસ્ટ પણ હશે કાર્યરત
ભાવનગરમાં પ્રવેશ માટે ચેકપોસ્ટ પણ છે. લોકોને કડક ભાષામાં સમજાવવામાં આવ્યું છે કે નિયમોનું પાલન કરવામાં આવે. રાત્રે 8 કલાકથી કરફ્યૂ શરૂ કરાવવામાં આવશે અને દિવસે લોકોને માસ્ક પહેરવા માટે જણાવવામાં આવ્યું છે. જિલ્લામાં પણ કોઈ પ્રવેશ કરી શકશે નહીં. તેથી લોકડાઉન માટે શહેરમાં પાંચ પોલીસ સ્ટેશન પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે. સાથે LCB જેવી ટિમો પણ બનાવવામાં આવી છે. જેઓ રાત્રી દરમિયાન તપાસમાં રહીને કરફ્યૂનું પાલન કરાવશે.