ભાવનગરઃ શહેરના CSMCRIના ડો. અરૂપ ઘોષે સમુદ્રી વનસ્પતિ શેવાળમાંથી એક ખાસ ફોર્મ્યુલા બનાવીને ગાયો માટે ખાસ ખાદ્ય સામગ્રી બનાવી છે. જે વાતાવરણમાં થતાં પ્રદુષણને રોકવામાં સફળ થશે અને ગાયોનું દૂધ પણ પૌષ્ટિક મેળવી શકાશે.
CSMCRIના વૈજ્ઞાનિકે ગાયોમાં મિથેન ગેસ ઓછું કરતા ખાદ્યની શોધ કરી CSMCRIના ડો. ઘોષનું સંશોધનભાવનગરમાં આવેલી સેન્ટ્રલ સોલ્ટ એટલે CSMCRI ના ડોક્ટર અને વૈજ્ઞાનિક ડો. અરૂપ ઘોષે સમુદ્રી શેવાળ વનસ્પતિમાંથી ખાસ તત્વો મેળવીને તેનું ફોર્મ્યુલા કેટલાક તત્વો સાથે મેળવીને એક ખાદ્ય ચીઝ બનાવી છે. આ ખાદ્ય ગાયો અને મરઘાં માટે છે. જે બંને પશુની પ્રજાતિને મજબૂત બનાવે છે. તો બંને પશુને શસક્ત પણ બનાવે છે. ડો. અરુપ દ્વારા બનાવેલી નવી પ્રોડક્ટ વાતવરણ શુદ્ધિ માટે પણ ખૂબ ફાયદાકારક છે. CSMCRIના વૈજ્ઞાનિકે ગાયોમાં મિથેન ગેસ ઓછું કરતા ખાદ્યની શોધ કરી સંશોધનથી મેળવેલા ખાદ્યાના ફાયદાડો અરૂપ ઘોષે બનાવવામાં આવેલું ખાદ્ય ગાયો માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે ગાયોના શ્વાસોશ્વાસમાં બહાર નીકળતા શ્વાસમાં મિથેન નામના ગેસનું સૌથી વધુ પ્રમાણ હોય છે. જે ગ્લોબલ વોર્મિંગનું કારણ પણ છે, ત્યારે બનાવેલી ખાદ્યથી ગાયોમાં મિથેનનું પ્રમાણ ઓછું થઈ જશે, સાથે ગાયોની રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ વધારો થશે. જેથી ગાયોનું દૂધ પણ ગુણવત્તાવાળું મળશે, તેવી રીતે મરઘામાં પણ તેની રોગ પ્રતિકારક શક્તિ વધશે અને પ્રજાતિ મજબૂત થશે. CSMCRIના વૈજ્ઞાનિકે ગાયોમાં મિથેન ગેસ ઓછું કરતા ખાદ્યની શોધ કરી આ ખાદ્ય વેંચવા કોને અપાયું લાયસન્સ ?ભાવનગર CSMCRIના સંશોધનમાં બનેલી વસ્તુઓનું લાયસન્સ આપવામાં આવતું હોય છે, ત્યારે અગાવ એક પ્રોડક્ટ દિલ્હીની કંપનીને આપવામાં આવી છે. દિલ્હીની એક્વાગ્રીન નામની કંપનીને પણ આ પ્રોડક્ટ વેંચવામાં આવી છે. જે માટે લાયસન્સ પણ અપાયું છે. એક્વાગ્રીન કંપની ઇફકો મારફત ખેડૂત સુધી પહોંચાડવામાં સફળ નીવડી છે. ત્યારે આ ખાધ વસ્તુ પર પહોંચાડશે તેવી આશા સેવાય છે. આ ખાદ્ય વસ્તુ શેવાળમાંથી બનતી હોવાથી આ પ્રોડક્ટ પ્રમાણમાં મોંઘી નથી, તેમજ આ ખાદ્યને ગાયોને આપવામાં આવતા ખાદ્યમાં મેળવીને થોડીક આરોગવા આપવાની રહે છે.