ભાવનગરઃ મહા શિવરાત્રીના દિવસે ભગવાન શિવ ચાર માસની લાંબી તપસ્યા બાદ પાતાળમાંથી સાધનામાંથી બહાર આવે છે, તેવું ધાર્મિક પુરાણોમાં કહેવામાં આવે છે. મહા શિવરાત્રી નિમિત્તે સંસ્કારોની નગરી ભાવનગરના શિવાલયો પર ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
મહા શિવરાત્રી નિમિત્તે શિવાવયોમાં ભક્તોનું ઘોડાપુર મહા શિવરાત્રીના દિવસે ભાંગ અને ઠંડાઈનો પ્રસાદ લઈ ભક્તો પાવન થાય છે.
મહા શિવરાત્રી નિમિત્તે શિવાવયોમાં ભક્તોનું ઘોડાપુર મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવાલયમાં શિવલિંગ પર જળની લોટી લગાવવામાં આવે છે. મહા શિવરાત્રીના દિવસે શિવને બીલીપત્ર અર્પણ કરવાથી 100 ગણુ ફળ પ્રાપ્ત થાય છે.
મહા શિવરાત્રી નિમિત્તે શિવાવયોમાં ભક્તોનું ઘોડાપુર ભાવનગરના ગુરૂનગરમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે સવારથી ભક્તો ભીડ જોવા મળી રહી છે.
મહા શિવરાત્રી નિમિત્તે શિવાવયોમાં ભક્તોનું ઘોડાપુર દૂધ, જળ, બીલીપત્ર, તલ, ચંદન વગેરે જેવી પૂજાવિધિની સામગ્રી ભગવાનને અર્પણ કરવા પહોંચ્યા હતા. ભક્તો મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરવા પહોંચી શિવ આરાધના કરી ધન્ય થયા હતા.