ભાવનગર:શહેરમાં આવેલા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં મહિલા PSIએ ફરિયાદ પુરુષ PSI સામે અત્યાચારની નોંધાવી છે. સેન્સેટિવ મેટર હોવાથી પોલીસે માહિતી ઘણી ગુપ્ત રાખી(Police kept the information secret) છે. ત્યારે ASP સફિન હસને ફરિયાદને પગલે કેટલીક માહિતી બનાવ સંદર્ભે આપી હતી. આ બાબતે મહિલા PSI એ પુરુષ PSIને આ મામલે વાત કરતા PSI પુરુષે સોસીયલ મીડિયામાં કરેલી વાતચીત(Conversation on social media) અને અન્ય પુરાવા વાયરલ કરવાની ધમકી(Threatening to go viral) આપી બ્લેકમેઇલિંગ કર્યું હતું.
પોલીસ પ્રેમિકાને ધમકી, પ્રેમ નહીં કરે તો કરીશ આ કામ... - Crime in Bhavnagar
ભાવનગરના ગજોઘરોડ પોલીસ સ્ટેશનમાં (Gajogharod police station in Bhavnagar) મહિલા PSI એ પુરુષ હથિયાર ધારી PSI સામે અત્યાચારની ફરિયાદ નોંધાવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે તપાસ આદરી છે.
ભાવનગરમાં PSI મહિલાની દુષ્કર્મને છેતરપિંડીની ફરિયાદ - ભાવનગર ઘોઘારોડ રોડ પોલીસ સ્ટેશનમાં એક PSI મહિલાએ PSI પુરુષ હથિયારધારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના પગલે પોલીસે તપાસ આદરી છે. ASP સફિન હસને જણાવ્યું હતું કે મહિલા PSI એ પુરુષ PSI સામે અત્યાચારની ફરિયાદ નોંધાવી છે. PSI પુરુષે PSI મહિલાને એમ કહીને લલચાવી હતી કે તેની પત્ની સાથે તેઓ છુટ્ટાછેડા લેવાના છે. જો કે આ મામલે મહિલા PSIને માલુમ થયું કે PSI પુરુષ કહે છે તેવું કશુ નથી. આથી મહિલા PSI એ પુરુષ PSIને આ મામલે વાત કરતા PSI પુરુષે સોસીયલ મીડિયામાં કરેલી વાતચીત(Conversation on social media) અને અન્ય પુરાવા વાયરલ કરવાની ધમકી(Threatening to go viral) આપી બ્લેકમેઇલિંગ કર્યું હતું.
કઇ કલમો અને કેટલા સમયથી સંપર્કમાં હતા બંને - આ સિવાય PSI મહિલા(Ladies PSi) પાસેથી રોકડ અને ઘરેણાં પણ પડાવી લીધા હોવાનું ફરિયાદમાં નોંધાવામાં આવ્યું છે. ફરિયાદમાં 376, 420 અને 506/2 જેવી કલમો સાથે હાલમાં પોલીસે તપાસ આદરી છે. બંને આશરે 2017થી એકબીજાના સંપર્કમાં હતા. જો કે ઘટના અને ફરિયાદ સેન્સેટિવ(Incident and Complaint Sensitive) હોવાથી પોલીસે વધુ માહિતી આપી નથી. બંને ભાવનગર જિલ્લાના પણ નહીં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તપાસમાં વધુ માહિતીઓ સેન્સેટિવ(Information Sensitive) હોવાના કારણે કશું જણાવ્યું નથી.