- શ્રાવણમાં નારાયણની રક્ષાબંધનની ઉજવણી
- સ્વામિનારાયણ ભગવાનનો હિંડોળો ચલણી નોટોનો કલાત્મક
- લોખંડબજારમાં આવેલા મંદિરમાં સજાવ્યો હતો હિંડોળો
- 1 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની નોટોનો સમાવેશ
ભાવનગરઃ અત્યારે પાવન શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવભક્તો શિવને રિઝવવામાં લાગ્યા છે, પરંતુ નારાયણના ભક્તો પણ શ્રાવણમાં નારાયણને રાઝી કરવા કોઈ કમી રાખતા નથી. ભાવનગરના સ્વામિનારાયણ મંદિરમાં લોખંડ બજારમાં ભાવનગરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દરેક ઉપયોગમાં લેવાતી ચલણી નોટોના ઉપયોગ કરીને રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી છે.
લોખંડ બજારના મંદિરમાં યોજાયો દર્શનનો કાર્યક્રમ
ભાવનગરના લોખંડ બજારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરે ચલણી નોટોનાં હીંડોળાના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પવિત્ર રક્ષાબંધન હોય ત્યારે સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર ભાવનગર મંદિરમા બિરાજિત દેવોને આલૌકિક શ્રૃંગાર અને હીંડોળો ચાલી રહેલા છે ત્યારે આજની ભારતીય ચલણી નોટોનાં હીંડોળા ભક્તોએ પોતે મહેનત કરી બનાવેલા છે, જેના દર્શન કરી ભક્તો ખૂબ જ આનંદ પામ્યા હતા.