ભાવનગર : ભાવનગર શહેરમાં કોંગ્રેસે ભાજપ પ્રદેશ પ્રમુખના (CR Patil visit in Bhavnagar) આગમન સમયે કૃષ્ણ ભગવાનના જીવન પરિચય આપતી પુસ્તક આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. એક માત્ર પુસ્તક પણ નહીં અર્પણ કરવા દેવા પોલીસે દરેક કોંગ્રેસીઓની અટકાયત કરી હતી. આ દરમિયાન સંતાકુકડી જેવી સ્થિતિ થઈ ને છાના ખૂણે સંતાયેલા લોકોને પણ (Detention of Congressman in Bhavnagar) પોલીસે પકડી પાડ્યા હતા.
ભાવનગરમાં સી.આર. પાટીલના આગમન પહેલા ચોર પોલીસના ખેલ ખેલાયા આ પણ વાંચો :Hanuman Jayanti 2022 : ભાવનગરના ગોળીબાર હનુમાનજીનું નામ "ગોળીબાર" કેમ ? હનુમાન જયંતિ નિમિતે જાણો મહત્વ
પોલીસે વિરોધ્યોને ખુણે ખાચરેથી પકડ્યા -ભાવનગરના મોતિબાગ ટાઉન હોલમાં સી.આર. પાટીલનો કાર્યક્રમ હતો. જેને લઈને કોંગ્રેસે જિલ્લા પંચાયત નજીક સી.આર. પાટીલ આવે એટલે કૃષ્ણનું પુસ્તક આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. પોલીસે પુસ્તક આપવાના કાર્યક્રમને (Congress Program in Bhavnagar) પણ નિષ્ફળ કરવા કોંગ્રેસીઓની અટકાયત સી.આર. પાટીલ આવે તે પહેલાં કરી લીધી હતી. કોંગ્રેસના પૂર્વ નેતા જયદીપસિંહ ગોહિલ તો યુવા નેતા કલ્પેશ મણિયાર સાથે જિલ્લા પંચાયતમાં છુપાઈ ગયા હતા. જિલ્લા પંચાયતનો એક ભાગ મોતીબાગ ટાઉનહોલ તરફ હોવાથી દીવાલ ટપીને કોંગ્રેસીઓ જાય નહીં માટે પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. પોલીસે સી.આર. પાટીલ આવે તે પહેલાં છુપાયેલા જયદીપસિંહ અને કલ્પેશ મણિયારની (Bhavnagar Congress Opposes BJP) પણ અટકાયત કરી લીધી હતી.
પોલીસે ખુણે ખાચરેથી પકડ્યા આ પણ વાંચો :Bhavnagar Congress : કોંગ્રેસે ભાજપના નેતાઓને સદબુદ્ધિ આવે તે માટે કર્યા હનુમાન ચાલીસાના પાઠ
કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર -કોંગ્રેસે આપેલા કાર્યક્રમ સફળ નહિ થતા દરેકની અટકાયત બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘણીએ જણાવ્યું હતું કે, દુઃખ સાથે કહેવું પડે છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને જેમની સરકાર છે તેમને ખ્યાલ નથી કૃષ્ણ અને સુભદ્રાના સબંધ વિશે. શહેરમાં જગન્નાથની રથયાત્રા નીકળે છે. સામાન્ય માણસ કે નાના બાળકને પૂછો તેને ખ્યાલ હોય છતાં એક પુસ્તક આપવા જોઈએ (Congress Attacks BJP in Bhavnagar) સ્વીકારવું નથી. પોતાની ભુલ સ્વીકારવી નથી. પાછા લગ્ન સર્ટિફિકેટની વાતો કરે છે.