- પરસોત્તમ સોલંકીના પુત્રના હસ્તે ઘોઘા ખાતે કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ
- ઘોઘા ખાતે 25 બેડનું કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું
- આગામી દિવસોમાં સંખ્યા વધારી 50 બેડ કરવામાં આવશે
ભાવનગર: કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે, ઘોઘા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની સારવાર માટે કોવિડ કેર સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલ, આ હોસ્પિટલ ખાતે કોવિડ કેર માટે 25 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. આગામી, સમયમાં બેડની સંખ્યા વધારીને 50 બેડની કરવામાં આવશે તેમજ જેમ જરૂરિયાત ઉભી તેમ ધીમે-ધીમે બેડનો પણ વધારો કરવામાં આવશે.
ઘોઘામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવા કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ આ પણ વાંચો:ભાવનગર મનપા કમિશ્નરે માત્ર 8 દિવસમાં જ માતા પિતાની છત્ર છાયા ગુમાવી
રાજ્યપ્રધાન દ્વારા યુદ્ધ ના ધોરણે ઉભી કરવામાં આવી કોવિડ કેર સુવિધા
રાજ્યભરમાં કોરોનાનો કાળો કહેર હાહાકાર મચાવી રહ્યો છે. બીજી તરફ, જિલ્લામાં ગ્રામ્યકક્ષાએ સંક્રમણનો વધારો થતા રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. ત્યારે, ગ્રામ્યકક્ષાએ વધતા કોરોના સંક્રમિત દર્દીઓને ગામમાં જ સારવાર મળી રહે તે માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર કોવીડ કેર સેન્ટરો તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં યુદ્ધના ધોરણે ઉભી કરવામાં આવેલી કોવિડ કેર સુવિધાની રાજ્યના મત્સ્યોદ્યોગ પ્રધાન પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશભાઇ સોલંકી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.
ઘોઘામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવા કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ રાજયપ્રધાનના પુત્રએ મીડિયાને આપી માહિતી
આ પ્રસંગે દિવ્યેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ઘણાં સમયથી પ્રધાન પરસોત્તમ સોલંકીની લાગણી અને ઈચ્છા હતી કે ઘોઘા ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવે જેથી ઘોઘા નગરજનોના ઘર આંગણે જ કોરોનાની સારવાર મળી શકે. પ્રધાનના સતત પ્રયત્નોથી રાજ્ય સરકાર દ્વારા તેની મંજૂરી મળતા જ તાત્કાલિક આ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં મહિલાઓ અને પુરુષો માટે 25 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આગામી દિવસોમાં પ્રધાન દ્વારા ઘોઘા તાલુકાના આસપાસનાં ગામડાઓમાં ઉકાળા કેન્દ્ર શરૂ કરવામાં આવનાર છે. રાજ્ય સરકાર દ્વારા 18 વર્ષથી વધુ વયના તમામ લોકો માટે વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત, યુવાનોને રસીકરણ બાદ મિથીલીન બ્લુની બોટલ ફ્રીમાં આપવામાં આવનાર છે.
ઘોઘામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવા કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ આ પણ વાંચો:ભાવનગરના 2 ડોક્ટર સંક્રમિત હોવા છતાં કોરોના દર્દીઓની કરી રહ્યા છે સતત સારવાર
પરષોત્તમ સોલંકી ફેન કલબ દ્વારા સંસાધનોની કરવામાં આવશે મદદ
આ ઉપરાંત પરસોત્તમ સોલંકી ફેન ક્લબ દ્વારા આગામી દિવસોમાં મતવિસ્તારમાં આવતા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે 50 નાશના મશીનો, 10 ઓક્સિમીટર, 50 ઓક્સિજન સિલિન્ડર અને થર્મોમીટર એમ જે કંઈ પ્રાથમિક સુવિધાઓ આઇસોલેશન સેન્ટર ખાતે જરૂરી હશે તે તમામ વસ્તુઓની સુવિધા ઉભી કરવામાં આવશે. આ ઉદ્ઘાટનમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી એ.કે.તાવિયાડ સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.