- ભાવનગરમાં તૌકતે વાવાઝોડાના કારણે ઘણું નુકસાન થયું
- શહેરના એક મકાનના રસોડા પર પીપળાનું ઝાડ પડ્યું
- કોર્પોરેશનને અનેકવાર રજૂઆત છતાં કોઈ કામગીરી નહતી થઈ
- નગરસેવિકાની રજૂઆત બાદ છેવટે 15 દિવસ બાદ પડેલું ઝાડ હટાવાયું
નગરસેવિકાની રજૂઆત બાદ છેવટે 15 દિવસ બાદ પડેલું ઝાડ હટાવાયું
ભાવનગરઃ શહેરમાં વાવાઝોડાના કારણે એક ઘર પર પીપળાનું વર્ષો જૂનું ઝાડ પડી ગયું હતું, જેના કારણે ઘરનું રસોડું તૂટી ગયું હતું. જોકે, ઘરના લોકોએ કોર્પોરેશનને અનેકવાર રજૂઆત કરી હતી, તેમ છતાં કોર્પોરેશનના બહેરા કાને કોઈ અવાજ નહતો સંભળાયો. ત્યારબાદ એક નગરસેવિકાએ આ ઘરના લોકોની મદદે આગળ આવી હતી. ત્યારબાદ આ નગરસેવિકાએ કોર્પોરેશનમાં ઝાડ હટાવવાની રજૂઆત કરી હતી. ત્યારબાદ એટલે કે 15 દિવસ બાદ આ ઝાડ હટાવતા ઘરના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
કોર્પોરેશનને અનેકવાર રજૂઆત છતાં કોઈ કામગીરી નહતી થઈ આ પણ વાંચો-તૌકતેના કારણે થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થતા મુખ્યપ્રધાન રૂપાણીની કૃષિ વિજ્ઞાનિકો સાથે બેઠક
નિર્મળનગર વિસ્તારમાં આવેલા મફતનગરની ઘટના
શહેરમાં ચાલુ વરસાદે અને 100 કિલોમીટરના ચાલતા પવન વચ્ચે ઘરની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દશા અને સ્થિતિ સર્જાય તેનું અનુમાન માત્ર કંપાવી દે તેવી સ્થિતિમાં નિર્મળનગર વિસ્તારમાં અપ્સરા પાછળ આવેલા મફતનગરમાં મીનાબેન રાઠોડનું ઘર છે. અપ્સરા ટોકીઝની પડતર જમીનમાં આવેલા મફતનગરમાં મીનાબેનની કાચી પતરાવાળી ઝૂંપડી છે અને તેમાં એક રસોડું છે. જેને અડીને જ આ પીપળાનું ઝાડ આવ્યું છે. વાવાઝોડાના કારણે 50 ફૂટ કરતા ઉંચો પીપળો પડી જતા મીનાબેનનું રસોડું તૂટી ગયું હતું.
ભાવનગરમાં તૌકતે વાવાઝોડાના કારણે ઘણું નુકસાન થયું આ પણ વાંચો-ગીર સોમનાથમાં તૌક્તે વાવાઝોડાના અસરગ્રસ્ત 48,000 ખેડૂતોના વાડીબગીચાનો થયો સર્વે
મીનાબેને નગરસેવિકાનો સંપર્ક કર્યો અને નગરસેવિકાએ કોર્પોરેશનમાં રજૂઆત કરી
નિર્મળનગરમાં મફતનગરમાં રહેતા મીનાબેન અને તેમનો પરિવારમાં તેમના પતિ મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે ત્યારે 18 મેએ પીપળો પડતા તેને હટાવવા મીનાબેન મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગમાં જઈ આવ્યા પણ એક બીજા અધિકારીઓએ કોઈએ તેમની વાત ન સાંભળી તેવો મીનાબેને આક્ષેપ કર્યો હતો. તેમને પોતાના વડવા બ વોર્ડના નગરસેવિકા ઉષા રાઠોડને કહ્યું અને વાત મેયર અને ગાર્ડન કમિટીના ચેરમેને અંતે ફાયર બ્રિગેડને જાણ કરી અને સ્થળ પર પહોંચીને નગરસેવિકા સાથે મળીને પીપળો હટાવવા કમરકસી હતી. અહીં, ક્રેઈન બોલાવીને પીપળાને તબક્કા વાર કાપવામાં આવ્યો હતો. કારણ કે, પીપળો જે બાજુ નમેલો હતો. તે તરફ ક્રેઈન વગર કાપવામાં આવે તો અન્ય ઝૂંપડાઓને પણ નુકસાન થઇ શકે છે, તેથી ક્રેઇનથી કાપવાના ભાગને બાંધીને બાદમાં કાપવામાં આવ્યો હતો.