ભાવનગર:ભાવનગર શહેરમાં કડકડતી ઠંડી શરૂ થતાની સાથે નાઈટ શેલ્ટરમાં ઘસારો વધ્યો (Shelter Home For Homeless) છે. મહાનગરપાલિકા (Municipal Corporation) રાત્રી દરમિયાન ઠંડીમાં રસ્તા પર સુતા લોકોને સમજાવીને નાઈટ શેલ્ટર સુધી લાવવામાં સફળ (Corporation providing shelter home) રહી છે. શહેરમાં આવેલા 4 શેલ્ટર હોમમાં હાલ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડીને માનવ જિંદગી બચાવાઈ રહી છે.
ભાવનગર શહેરમાં શેલ્ટર હોમ શું સ્થિતિ ઠંડીમાં
ભાવનગર શહેરમાં કડકડતી ઠંડીનો પારો ઊંચો ગયો છે, 2 દિવસથી ઠંડીમાં વધારો થતાં રસ્તા પર સુતા લોકોની ચિંતા મહાનગરપાલિકાએ શરૂ કરી દીધી છે. ભાવનગરમાં કુલ 4 શેલ્ટર હોમ આવેલા છે, જેમાં ઘર વિહોણા લોકોને ઠંડીમાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. એક શેલ્ટર હોમમાં 120ની સંખ્યા છે. જો કે શહેરના પૂર્વ ભાગમાં બધા હોમ શેલ્ટર આવેલા છે. સરદારનગર,સુભાષનગર, શિવાજી સર્કલ અને રેલવે સ્ટેશન ટર્મિનસ નજીક જ્યાં નિરાધારીને કડકડતી ઠંડીથી બચવા માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
શેલ્ટર હોમમાં કેટલા લોકો અને મહાનગરપાલિકાની કામગીરી