ભાવનગરઃ ભાવનગરમાં એક એવું તબીબ દંપતિ છે જેને 8 માસની દીકરી છે અને બંને સરકારી તબીબ છે. પણ પોતાની દીકરી અને પરિવારની સાથે તેમનો પહેલો પરિવાર સમાજ છે. હા ભાવનગરના તબીબ દંપતિ 8 માસની દીકરીને વૃદ્ધ માતાપિતા પાસે મૂકીને સવારે જાય છે અને સાંજે આવે છે. પતિપત્નીના ફરજના સ્થળ કન્ટેન્ટમેન્ટ ઝોન એટલે કે પોઝિટિવ દર્દીવાળા છે પણ આ દંપતિ માબાપ અને 8 માસની દીકરી કરતાં પહેલાં પોતાના સમાજને પ્રાધાન્ય આપી રહ્યાં છે. વધુ જાણીએ આ કોરોના વોરિયર્સ દંપતિ વિશે.
કોરોના વોરિયર્સ તબીબ દંપતિની પ્રેરક વાત, 8 માસની દીકરીને અળગી કરી નીભાવે છે ફરજ ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં તાલુકા પંચાયત સામે રહેતાં 30 વર્ષના યુવાન ડૉક્ટર જયેશભાઇ વકાણી ભાવનગરના સિહોરના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબ છે અને પોતે સિહોર તાલુકાના હેલ્થ ઓફિસર છે તેમના ધર્મપત્ની 30 વર્ષીય ડૉક્ટર ધૃતિબહેન પનારા વકાણી ભાવનગર કણબીવાડ આરોગ્ય કેન્દ્રમાં તબીબ અને કેન્દ્રના મેડિકલ ઓફિસર છે. એટલે બંને સરકારી નોકરિયાત છે. તેમની પુત્રી 8 માસની મિસ્કાને મૂકીને બંને સવારમાં પોતાની ફરજ પર ચાલ્યાં જાય છે અને દિવસભર કોરોના મહામારીમાં સપડાયેલાંઓની સેવા કરી સાંજે ઘેર આવે છે. કોરોના વોરિયર્સ તબીબ દંપતિની પ્રેરક વાત, 8 માસની દીકરીને અળગી કરી નીભાવે છે ફરજ નાનકડી ઢીંગલીને માતા ડોક્ટર ધૃતિબહેન સવારમાં જતાં પહેલાં ખૂબ વહાલ કરીને જાય છે તો પિતા જયેશભાઇ પણ પોતાનો પ્રેમ ઠાલવતાં જાય છે. જયેશભાઈની માતા જશુબેન મિસ્કાની સંભાળ રાખે છે. સવારથી સાંજ સુધી મિસ્કાનું પાલનપોષણ કરે છે. ડોક્ટર ધૃતિબહેન જે વિસ્તારમાં ફરજ બજાવે છે ત્યાં એકસાથે 18 કેસો સામે આવેલાં છે. સાંજે ઘેર આવે ત્યારે તેઓ સંપૂર્ણ સેનિટાઇઝ થાય છે. પોતાની પેન,માસ્ક,બેગ,આઈ કાર્ડ ઘરની બહાર રાખે છે અને સીધાં સ્નાન કરવા જાય છે તેવી જ રીતે જયેશભાઇ પણ એ જ પ્રમાણે ઘરમાં પ્રવેશ કરે છે. કોરોના વોરિયર્સ તબીબ દંપતિની પ્રેરક વાત, 8 માસની દીકરીને અળગી કરી નીભાવે છે ફરજ મિસ્કાના દાદી જશુબહેન અને તેમનો બીજો દીકરો ઘરમાં મિસ્કાનો ખ્યાલ રાખે છે. કારણ કે જયેશભાઇના પિતા આંખે અંધ છે અને બીજી શારીરિક તકલીફ પણ બંને વૃદ્ધોને છે. પણ સમગ્ર પરિવાર કોરોના મહામારીમાં સમાજ સાથે છે. ધૃતિબહેનને તેના સાસુનો ટેકો છે અને કહે છે કે પહેલાં સમાજની ફરજ અદા કરો તમારી દીકરીને હું સાચવી લઈશ. જયેશભાઇ જ્યાં ફરજ બજાવે છે એ સિહોરમાં પણ ચાર જેટલા કેસો પોઝિટિવ આવેલાં છે એટલે કે જ્યાં કોરોનાની ફેક્ટરી છે એવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રોજ ફરજ નિભાવવા માટે ડૉક્ટર દંપતિ કોઈ ચિંતા કર્યા વગર આજે પણ જઈ રહ્યાં છે. આવા કોરોના વોરિયર્સને ઇટીવી ભારત સલામ કરે છે.