- ભાવનગરમાં આવી પહોંચી કોરોના વેક્સિન
- કલેક્ટર સહિત અધિકારીઓએ ઉપસ્થિત રહીને વધામણાં કર્યા
- 60 હજાર કોરોના વેક્સિન ડોઝના વધામણાં કરવામાં આવ્યાં
ભાવનગરઃ શહેરમાં કોરોના વેક્સિન મંગળવારે સાંજે 6 કલાકે આવી પહોંચી હતી. ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 10 સ્થળો પર વેક્સીનેશન કરવામાં આવશે, ત્યારે કલેકટર સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને વેક્સિનના વધામણાં કર્યા હતા.
ભાવનગરમાં કોરોના વેક્સિનના વધામણાં કરવામાં આવ્યાં શહેર અને જિલ્લામાં ક્યાં વેક્સીનેશન કરવામાં આવશેભાવનગર શહેર અને જિલ્લામાં વેક્સીનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવનગરના RDD સ્ટોરેજ પર કોરોના વેક્સિન રાખવામાં આવશે. ભાવનગરમાં શહેરમાં અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર રુવા, આરોગ્ય કેન્દ્ર આખલોલ જકાતનાક, આરોગ્ય કેન્દ્ર આનંદનગર, આરોગ્ય કેન્દ્ર વડવા અને આરોગ્ય કેન્દ્ર શિવાજી સર્કલ ખાતે વેક્સીનેશન થશે. જ્યારે જિલ્લામા આરોગ્ય કેન્દ્ર ફરિયાદકા, બોરડા, તલગાજરડા, રંઘોળા અને સોનગઢ ખાતે વેક્સીનેશન વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના વેક્સિન સ્ટોરેજ રૂમ કલેકટરની ઉપસ્થિતિમાં વેક્સિનને સ્ટોરેજ રૂમમાં મુકવામાં આવીભાવનગરમાં બહુમાળી ભવન ખાતે મંગળવારે સાંજે 6 કલાકે વેક્સિન આવી પહોંચી હતી. વેક્સિનના વધામણાં અધિકારીઓએ કર્યા હતા. વેક્સિન વાન અને વેક્સિન બોક્સને ચાંદલા કરીને તેના વધામણા કરવામાં આવ્યાં હતા. કલેકટરની ઉપસ્થિતિમાં વેક્સિન સ્ટોરેજ રૂમમાં મુકવામાં આવી હતી. 11 હજાર આરોગ્યના કર્મચારીઓનું વેક્સીનેશન કરવામાં આવશે
ભાવનગર જિલ્લાની બોર્ડરથી પોલીસ પેટ્રોલિંગ સાથે વેક્સીનને લાવવામાં આવી હતી. RDD સ્ટોરેજ અને વેક્સિન સેન્ટરો પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. 11 હજાર આરોગ્યના કર્મચારીઓનું વેક્સીનેશન કરવામાં આવશે, તેમાં હાલમાં 50 ટકા કર્મચારીઓની વેક્સીન માટે પસંદ કરવામાં આવ્યાં છે. હાલમાં 60 હજાર ડોઝ આવી પહોચ્યાં છે. જેમાં 18,000 ડોઝ ભાવનગર જિલ્લાના છે. તેમજ અન્ય ડોઝ અમરેલી, બોટાદ અને ગિરસોમનાથ જિલ્લા માટે છે. તેમ કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ભાવનગરમાં કોરોના વેક્સિનના વધામણાં કરવામાં આવ્યાં