ગુજરાત

gujarat

ETV Bharat / city

Corona in bhavnagar : ચોપડે કોરોનાથી મૃત્યુ ફક્ત 160-સહાય માટે આવ્યા 600 ફોર્મ, શું ખુલી રહી છે સરકારની પોલ? - કોરોના સહાય ફોર્મ ગુજરાત

ભાવનગર મહાનગરપાલિકાએ કોરોના (Corona in bhavnagar)માં મૃત્યુ માત્ર 160 બતાવ્યા છે, જ્યારે હવે સહાય ફોર્મ 600ને પાર ગયા છે. આ 2 આંકડાનો તફાવત (corona data manupulation gujarat) એ તરફ ઇશારો કરે છે કે કોરોનાકાળ (corona in gujarat)ના કપરા સમયમાં આંકડા (corona cases in bhavnagar) ખોટા દર્શાવ્યા છે કે શું? જો કે શાસક કશું બોલવા તૈયાર નથી, જ્યારે વિપક્ષે વાર કર્યો છે કે આ લોકો ખોટા છે અને સહાય (financial aid form bhavnagar)માં પણ 10થી 20 ટકા આપ્યા બાદ યેનકેન પ્રકારે બંધ કરી દેશે.

Corona in bhavnagar : ચોપડે કોરોનાથી મૃત્યુ ફક્ત 160-સહાય માટે આવ્યા 600 ફોર્મ, શું ખુલી રહી છે સરકારની પોલ?
Corona in bhavnagar : ચોપડે કોરોનાથી મૃત્યુ ફક્ત 160-સહાય માટે આવ્યા 600 ફોર્મ, શું ખુલી રહી છે સરકારની પોલ?

By

Published : Nov 27, 2021, 7:59 PM IST

  • મૃત્યુ કરતા સહાય માટે આવેલા ફોર્મ વધારે હોવાથી અનેક પ્રશ્નો
  • ભાવનગરમાં કોરોના સહાય માટે 600 ફોર્મ આપ્યા
  • સરકારની ગાઈડલાઈન પ્રમાણે 50 હજાર રૂપિયા સહાય મળશે

ભાવનગર: ભાવનગરમાં કોરોનાકાળ (Corona in bhavnagar)માં મૃત્યુના આંકડાઓમાં ગોલમાલ થઈ હોવાનું ભૂતકાળની સરકારનું સત્ય વર્તમાન સરકાર ખુલ્લું પાડી રહી હોઈ તેમ લાગી રહ્યું છે. લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા અને મહાનગરપાલિકાએ મરણ (corona death in bhavnagar)ના દાખલાઓમાં પણ મૃત્યુનું કારણ મહામારી હોવા છતાં ટાંક્યું નહીં. સરકાર હવે સહાય આપવા નીકળી છે, પણ તંત્રના ચોપડે નોંધાયેલા મૃત્યુના કોરોનાના આંકડા કરતા સહાય માટે અધધધ ફોર્મ (financial aid form bhavnagar) આવી રહ્યા છે. મહાનગરપાલિકાએ કેટલાક ફોર્મને મંજૂર કરી સહાય માટે લીલી ઝંડી આપી દીધી છે, પરંતુ આંકડાના રાજકારણમાં શાસક કોઈ પ્રકાશ પાડવા તૈયાર નથી. વિપક્ષે આકરા પ્રહાર કર્યા છે.

કોરોનાથી થયેલા મોતના આંકડા પર ઉભો થયો પ્રશ્ન

વર્તમાન સરકારે કોરોના સહાય આપવાની જાહેરાત કરી છે. ત્યારે મૃત્યુના આંકડા પર પ્રશ્ન ઊભો થયો છે.

ભાવનગર શહેરમાં કોરોનાકાળમાં (corona in gujarat)અનેક સ્વજનોએ પોતાનાને ગુમાવ્યા હતા. કોરોનાકાળમાં મૃત્યુ કોરોનાથી થયું હોવાનું તંત્રએ મૃત્યુના દાખલામાં નોંધ્યું નહીં અને હવે વર્તમાન સરકારે કોરોના સહાય આપવાની જાહેરાત કરી છે. ત્યારે મૃત્યુના આંકડા પર પ્રશ્ન ઊભો થયો છે, કારણ કે સહાય માટેના આવતા ફોર્મની સંખ્યાથી ક્યાંક ભૂતકાળની સરકારની આંકડા છૂપાવવાની નીતિ હાલની વર્તમાન સરકાર ખુલ્લી પાડી રહી હોય તેવું લાગે છે.

કોરોના સહાય માટે 600 ફોર્મ આવ્યા

સરકારની ગાઈડલાઈન (corona guidelines gujarat government) પ્રમાણે સહાય મળશે.

મહાનગરપાલિકાના અધિકારી ડૉ.આર.કે. સિંહાએ જણાવ્યું હતું કે, કોરોના સહાયના 600 જેટલા ફોર્મ આવ્યા છે અને સરકારની ગાઈડલાઈન (corona guidelines gujarat government) પ્રમાણે હૉસ્પિટલ કે ઘરે મૃત્યુ થનારના RTPCR રિપોર્ટ, હૉસ્પિટલનું અપૃવલ અને મરણના દાખલાના આધારે સ્વીકારશે. 50 હજાર સરકારની સહાય DBT મારફતે મળશે."

અધિકારીઓ આંકડાની ગોલમાલ વિશે કશું કહેવા તૈયાર નહીં

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કોરોનાકાળમાં મરણના દાખલામાં કોઈ નોંધ કરી નથી કે મૃત્યુ કોરોનાથી થયું છે કે કેમ. સરકારે પરિપત્ર જાહેર કર્યા બાદ મહાનગરપાલિકાના ચોપડે કોરોના મૃત્યુનો આંકડો 160 છે, પણ ફોર્મ 600 આવતા અધિકારી સરકારના પરિપત્ર મુજબ ફોર્મ (gujarat government circular on corona death aid) સ્વીકારવામાં આવી રહ્યા હોવાનું કહી આંકડાની પોલંપોલ પર કશું કહેવા તૈયાર નથી.

મેયરે આંકડાઓની સત્યતા પર કશું પણ કહેવાનું ટાળ્યું

મેયર કીર્તિબેન દાણીધરીયાએ જણાવ્યું હતું કે, "ફોર્મ ભરીને આપશે તેને સર ટી. હોસ્પિટલમાં મોકલવામાં આવશે અને તે અપૃવલ મળશે બાદમાં સહાય મળશે. ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામેલાને મૃત્યુ માટે ફોર્મ ખાનગી હોસ્પિટલમાં મોકલવું કે નહીં તેની મને ખબર નથી. કોરોનામાં જે દર્દીઓ મૃત્યુ પામ્યા હતા તેવું ડૉકટર કહેશે એટલાને સહાય આપવામાં આવશે. કોરોનામાં મૃત્યુના જે તે સમયના આંકડા સાચા છે કે ખોટા તે હું ન કહી શકું."

સર ટી. હૉસ્પિટલના સર્ટિફિકેટ કે રિપોર્ટ પ્રમાણે સહાય ચૂકવાશે

સરકારના પરિપત્ર પ્રમાણે સર ટી. હૉસ્પિટલના સર્ટિફિકેટ કે રિપોર્ટ પ્રમાણે સહાય ચૂકવાશે.

આ બાબતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે, "ફોર્મ હજુ લેવાનું શરૂ કર્યું છે અને સરકાર સહાય ચૂકવવાનું શરૂ કરશે. કોમોરબીડ અને કોરોના બંનેનો સમાવેશ થવાથી સંખ્યા વધી છે. આમાં આપણે કશું કહેવાનું રહે નહીં, પણ સરકારના પરિપત્ર પ્રમાણે સર ટી. હૉસ્પિટલના સર્ટિફિકેટ કે રિપોર્ટ પ્રમાણે સહાય ચૂકવાશે."

સહાય માટે શું આપવાનું રહેશે?

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે 37 ફોર્મને સહાય માટે મંજૂરી આપી છે અને 29 તારીખથી ગમે ત્યારે લાભાર્થીના બેન્ક ખાતામાં સહાય જમા થશે.

ભાવનગરમાં કોરોના સહાય મેળવવા માંગતા પરિવારજનોએ 50 હજારની સહાય મેળવવા માટે મૃતક કોરોના દર્દીનો મરણનો દાખલો અને જે તે સમયમાં RTPCRના રિપોર્ટ અને હોસ્પિટલનું સર્ટિફિકેટ કે તેના કેસના કાગળો આપવાના રહેશે, જેના આધાર પર સહાય અપાશે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે 37 ફોર્મને સહાય માટે મંજૂરી આપી છે અને 29 તારીખથી ગમે ત્યારે લાભાર્થીના બેન્ક ખાતામાં સહાય જમા થશે.

સહાય લોલીપોપ, 10-20 ટકાને જ મળશે સહાય!

જો કે વિપક્ષ નેતા ભરતભાઈ બુધેલીયાએ જણાવ્યું હતું કે, "સરકારના આંકડા જે તે સમયે ખોટા હતા અને હવે સહાય માટે પણ લોલીપોપ આપવામાં આવી છે. ભૂતકાળની સરકારની વર્તમાન સરકાર પોલ ખોલી રહી છે તેના વિશે હું કંઈ કહી શકું નહીં, પણ કોરોનાની 10થી 20 ટકા સહાય મૃત્યુ પામેલાઓને આપવામાં આવશે અને બાદમાં યેનકેન પ્રકારે સહાય આપવામાં આવશે નહીં. જ્યારે હજારો લોકો મૃત્યુ પામ્યા છે. આ લોકો ખોટા છે."

આ પણ વાંચો: Bhagwat Saptah in Bhavnagar : રમેશ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન, ભીખુદાન ગઢવી જેવા કલાકારો ડાયરામાં પાથરશે લોકરસ

આ પણ વાંચો: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે રિસર્ચ ફેસિલિટેશન સેન્ટર ઉભુ કરાયું

ABOUT THE AUTHOR

...view details