ભાવનગરઃ શહેરમાં કોરોના કાળમાં ખર્ચનો આંકડો કરોડોમાં છે. ત્રણ વર્ષ દરમ્યાન રેપીડ અને RTPCR ટેસ્ટની કિટો લાખોની સંખ્યામાં વપરાઇ છે. શહેરમાં કેટલી કિંમતમાં (Corona Expenses in Bhavnagar) રેપીડ અને RTPCR કીટમહાનગરપાલિકાને લેવામાં આવી તેની સમગ્ર માહિતી જાણો.
ભાવનગર આરોગ્ય અધિકારીઓ જણાવી માહિતી કોરોનાની ત્રણે લહેરમાં ખર્ચાયેલા રુપિયાની માહિતી
ભાવનગર શહેરમાં કોરોનાની પહેલી, બીજી અને ત્રીજી લહેરમાં પ્રજાને સુવિધા આપવા માટે ઠેર ઠેર રેપીડ અને RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. મહાનગરપાલિકાએ પણ ખર્ચ કર્યો છે તો સરકારમાંથી પણ કિટો પ્રાપ્ત થઈ છે. ભાવનગર મહાનગરપાલિકાએ પોતાનો ખર્ચ કરોડોમાં (Corona Expenses in Bhavnagar) કરેલો બતાવ્યો છે.
આ પણ વાંચોઃ Corona Death In Bhavnagar: મૃતકોના આંકડાઓ છૂપાવનારા અધિકારીઓને કોંગ્રેસે ચેતવ્યા, કહ્યું- આજે તેમની સરકાર છે, કાલ અમારી સરકાર હશે
ભાવનગર મહાનગરપાલિકાનો ખાતે થયેલો ખર્ચ
ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના 13 કેન્દ્રો ઉપર રેપીડ અને RTPCR ટેસ્ટ કરવામાં આવતા હતાં. પહેલી અને બીજી લહેરમાં સૌથી વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીને પૂછતાં આર. કે. સિંહાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાએ ત્રણેય લહેરમાં 8.80 કરોડનો ખર્ચ (BMC Expenses in covid19) કર્યો છે. જેમાં દરેક પ્રકારની જરૂરિયાતનો (Corona Expenses in Bhavnagar) સમાવેશ થાય છે. સરકારમાંથી કેટલીક રેપીડ અને RTPCR કિટો પણ પ્રાપ્ત થતી હતી.
આ પણ વાંચોઃ Violation of Covid guideline in Bhavnagar : સરકારી કચેરીઓમાં માસ્કના નિયમ કાને ટીંગાડવા જેટલા,પ્રજાને દંડ તો આમનું શું ?
રેપીડ કીટ અને RTPCR કિટના ભાવ
ભાવનગર મહાનગરપાલિકા કોરોનાકાળમાં (Corona Expenses in Bhavnagar) ત્રણ વર્ષમાં રેપીડ અને RTPCR ટેસ્ટ કરવામાં સક્રિય રહી હતી. આરોગ્ય અધિકારી આર. કે. સિંહાએ જણાવ્યું હતું કે રેપીડ કિટના એકના 33 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતાં. જ્યારે RTPCR કિટના 17 થી 18 રૂપિયા (BMC Expenses in covid19) ચૂકવવામાં આવ્યાં છે. રેપીડ અને RTPCR મળીને કુલ 5 લાખ કરતા વધુ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ ટેસ્ટમાં કેટલીક કિટો સરકારે ઉપલબ્ધ કરાવી હતી.