ભાવનગર: શહેરમાં ભાજપ અને કોંગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022)ના પગલે તૈયારીઓ આદરી દીધી છે. કોંગ્રેસે આગામી ચૂંટણીમાં એક મુદ્દો કોરોના સહાય (Covid ex gratia Gujarat) અને કોરોના મૃતકો (Corona Death In Bhavnagar)નો ઉમેરી લીધો છે અને અધિકારીઓને ચેતવ્યા છે કે, કોરોનાનો આંકડો જે છૂપાવવામાં આવ્યો છે તેમાં ગુનેગાર તો અંતમાં અધિકારીઓ જ થશે. તેથી સત્યની સાથે રહેવા ટકોર પણ કરી દેવામાં આવી છે.
મૃતકોના આંકડા ઓછા, સહાય લેનારા વધુ
ભાવનગર શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા પોતાના જિલ્લાના એક માત્ર ધારાસભ્ય (Congress MLA Bhavnagar) કનુભાઈ બારૈયા અન્ય નેતાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. કોંગ્રેસ શહેર પ્રમુખ (Bhavnagar city president Congress) પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોરોનામાં સરકારે સ્વીકાર્યું છે કે આંકડા ઓછા બતાવવામાં આવ્યા અને સહાયનો આંકડો વધી જાય છે એટલે હું અધિકારીઓને એટલું જ કહીશ કે સત્ય હોઈ તેની સાથે રહેજો. આજે તેમની સરકાર છે, કાલ અમારી સરકાર હશે. હું ચીમકી નથી આપતો, પણ અંતે ગુનેગાર તરીકે અધિકારી જ હોઈ છે. ભૂતકાળની ઘટનાઓને જોઈ લ્યો.
કોરોનાથી મૃત્યુ 160 જ, 500 લોકોને ચૂકવવામાં આવી સહાય
તેમણે કહ્યું કે, ભાવનગરમાં જોઈ લ્યો, સહાય 500 જેટલા લોકોને આપવામાં આવી અને સરકારી ચોપડે મૃત્યુ 160 જ હતા. કોરોના મૃતકો અને સહાયનો મુદ્દો ચોક્કસ અમારો મુદ્દો આગામી ચૂંટણીમાં હશે. ભાવનગર શહેરમાં ભાજપે વિધાનસભાની તૈયારીઓ આદરી દીધી છે. 502 જેટલા બૂથો પર મિટિંગો શરૂ કરી દેવાઈ છે.