ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસ 200ને પાર

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો ફરી 200 વટી ગયો છે. 21 એપ્રિલે જિલ્લામાં 260 કેસ નોંધાયા છે સંક્રમણ શહેરમાં જોરશોરથી વધી ગયું.

ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસ 200ને પાર પહોંચ્યા
ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસ 200ને પાર પહોંચ્યા

By

Published : Apr 21, 2021, 10:33 PM IST

  • ભાવનગરમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ
  • બુુધવારે 260 કેસ આવ્યા સામે
  • તંત્રીની વધી રહી છે ચિંતાઓ

ભાવનગર:શહેરમાં કોરોના વકરી રહ્યો છે. 21 એપ્રિલે જિલ્લામાં કુલ કેસ 260 કેસ આવ્યા છે. જેમાં 149 કેસ શહેરમાં અને જિલ્લામાં 111 કેસ નોંધાયા છે. જે ગઇકાલની સરખામણીએ ઓછા છે. શહેર જિલ્લામાં વધતો આંકડો તંત્રમાં ચિંતા જગાવી રહ્યો છે અને રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ પણ વધી રહી છે

વધુ વાંચો:ડાંગ જિલ્લા કોરોના અપડેટ: 12 પોઝિટિવ કેસો નોંધાયા, 17 દર્દીઓ સાજા થયા

બુધવારે પણ નોંધાયા 250થી વધારે કેસ

ભાવનગર શહેરમાં રાત્રિ કરફ્યુ છે પણ પરિસ્થિતિમાં ફેર જોવા મળ્યો નથી કારણ કે બુધવારે જિલ્લામાં 260 કેસ નોંધાયા છે. શહેરમાં એક દિવસના 149 કેસ નોંધાયા છે અને જિલ્લામાં 111 કેસ નોંધાયા છે. જે ગઇકાલની સરખામણીએ ઘટ્યા છે. જેમાં શહેરમાં કોરોનાના દર્દીનો સ્વસ્થ થવાનો આંકડો 90એ પહોંચ્યો છે અને શહેર સિવાય જિલ્લામાં આ આંકડો 51નો રહ્યો છે. જિલ્લાના કુલ સારવાર હેઠળ દર્દીઓ 9,734 નોંધાયા છે.

વધુ વાંચો:નવસારી કોરોના અપડેટ : 93 પોઝિટિવ કેસ નોંધાયા

ભાવનગરમાં કરાઇ રહ્યાં છે હોમ આઇસોલેશન અને ક્વૉરન્ટાઇન

ભાવનગર શહેર અને જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા દર્દીઓને હોમ આઇસોલેટ અને ક્વૉરન્ટાઇન કરવામાં આવી રહ્યાં છે. શહેરમાં અત્યારે 2,705 જેટલા દર્દીઓ તો જિલ્લામાં 20,147 હોમ ક્વૉરન્ટાઇન છે. હોમ આઇસોલેશન 492 જેટલા દર્દીઓ છે. શહેરમાં સર.ટી. હોસ્પિટલમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ છે જો કે જિલ્લામાં પરિસ્થિતિ વણસી ગઈ છે જ્યાં ત્રણ દિવસ પહેલા હોમ ક્વૉરન્ટાઇન દર્દીઓની સંખ્યા 11,000ની આસપાસ હતા તે આજે 20,000ને પાર છે એટલે સંખ્યામાં બમણો વધારો થયો છે.

ABOUT THE AUTHOR

...view details