- ભાવનગરમાં કોંગ્રેસનો અનોખો વિરોધ
- પાણીમાં પુરીઓ તળીને મોંઘવારીનો કર્યો વિરોધ
- સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા
ભાવનગરઃ શહેરમાં કોંગ્રેસે મોંઘવારીના પગલે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. કોંગ્રેસે શહેરના ઘોઘાગેટ ચોક ખાતે પાણીમાં પુરીઓ તળીને વિરોધ કર્યો હતો. સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યાં હતા.
ભાવનગરમાં કોંગ્રેસનો અનોખો વિરોધ ઘોઘાગેટ ચોકમાં કોંગ્રેસે કર્યો વિરોધ
કોંગ્રેસ દ્વારા શહેરના ભરચક વિસ્તાર અને શહેરના મુખ્ય ચોક એવા ઘોઘા ગેટ ચોકમાં વિરોધ કરી સરકાર સામે પ્રહારો કર્યા હતા. મોંઘવારીએ માજા મૂકી છે ગરીબોનું પેટ ભરવું મુશ્કેલ બની ગયું છે જેવા પ્રહારો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.
ભાવનગરમાં કોંગ્રેસનો અનોખો વિરોધ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત
કોંગ્રેસે ચૂલા પર પાણીમાં પુરીઓ તળી હતી. મહિલાઓ ગેસના ચૂલા સાથે તપેલામાં પાણી નાખીને પુરીઓ વળીને પુરીઓ તળવાની કોશિશ કરી હતી. કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન સૂત્રોચ્ચાર બાદ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતાઓએ હાથમાં તેલના ડબ્બા લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.
કોંગ્રેસ કાર્યકરોની અટકાયત