ભાવનગર : ભાવનગર કોંગ્રેસે પાણી સમસ્યા માટે (Congress Protest in Bhavnagar) પાણી બતાવ્યું છે. વર્ષોથી કોંગ્રેસના વિરોધને અટકાવવા માટે જાળી બહાર રોકીને પાંચ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસે આક્રમક મૂડ સાથે પ્રવેશ કરી અને પોલીસની હાજરીમાં ચોથા માળે (Bhavnagar General Meeting Protest) પહોંચીને વિરોધ વ્યકત કર્યો છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયરના પગમાં પણ માટલું ફોડયુના સમાચાર સામે આવ્યા છે.
ભાવનગરમાં કોંગ્રેસે ડેપ્યુટી મેયરના પગમાં ફોડયું માટલું આ પણ વાંચો :Bhavnagar Congressએ પેટ્રોલ ડીઝલના ભાવને પગલે જલદ કાર્યક્રમ આપ્યો : અંતે અટકાયત
કોંગ્રેસે સજાવ્યું માટલાનું શસ્ત્ર અને પોલીસ હાજરીમાં વિરોધ - ભાવનગર શહેરના મહાનગરપાલિકાના દરવાજા બહાર માટલાઓ એકઠા કરીને કોંગ્રેસે વિરોધ કરવા તૈયારી કરી લીધી હતી. કોંગ્રેસ માટલા સાથે મહાનગરપાલિકાના મુખ્ય દરવાજે પોહચી અને માટલા (Congress Opposes Water Issue) ફોડ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં પાણી માટે ઇલેક્ટ્રિક મોટર મૂકી પાણી મેળવવું પડતું હોય તેવી સ્થિતિ વચ્ચે શાસકો અને અધિકારીઓ ધ્યાન નહીં આપતા માટલા ફોડીને અમારે વિરોધ કરવો પડ્યો છે અને હજુ સમસ્યા હલ નહિ થાય તો વધુ અલગ વિરોધ કરવામાં આવશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું.
ભાવનગરમાં કોંગ્રેસે માટલા ફોડ્યા આ પણ વાંચો :ભાજપની જેમ કોંગ્રેસે સાવરણો લીધો હાથમાં, ભાજપ પર કર્યા આક્ષેપ
ડેપ્યુટી મેયરના પગમાં ફોડયું માટલું -ભાવનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભા ચાલુ હતી, ત્યારે કોંગ્રેસે પોલીસને સમજાવવા કેટલાક માટલાઓ નીચે ફોડ્યા બાકીના માટલા શાસકને આપવાના હોવાનું કહીને ઉપર લઈ જવામાં આવ્યા હતા. ચોથા માળે કોંગ્રેસ કાર્યકરો પહોંચી પરંતુ કોંગ્રેસને ચેરમેન કે મેયર સુધી પહોંચવા વધુ એક જાળીનો સામનો કરવો પડ્યો હતો. ચાલુ સામાન્ય સભાએ ડેપ્યુટી મેયર કુમાર શાહ બહાર (Congress Broke Pot In Bhavnagar) આવતા કોંગ્રેસની વાત સાંભળી હતી. પરંતુ, કાર્યકરોએ કુમાર શાહના પગમાં માટલું ફોડયું હતું. આમ, એક બાદ એક માટલા ફોડતા ડેપ્યુટી મેયરને પગ પર માટલું આવતા ડેપ્યુટી મેયર ગુસ્સે થઈ ગયા હતા. જોકે, મામલો અંતે શાંત થયો હતો પણ ચાલુ સભાએ મેયર કક્ષા સુધી પહોંચીને આક્રમક વિરોધ કરી વિપક્ષની ભૂમિકા ભજવી હતી.