- ભાજપે કર્યો છે ભાવનગરનો વિકાસ : ભારતીબેન શિયાળ
- યુવા નેતાઓને તક આપવાની પોલીસી અપનાવે છે ભાજપ
- કોરોના મહામારીમાં અવ્વલ કામગીરી કર્યાનો ભાજપનો દાવો
કોંગ્રેસ પાસે કોઈ નક્કર અજેન્ડા જ નથી: ભારતીબેન શિયાળ - congress
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેર કાર્યાલયે દરેક ભાજપના મોટા નેતાઓ આવી પહોંચ્યા હતા. જેમાં રાષ્ટ્રીય ભાજપના ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ETV BHARAT સાથે તેમણે ખાસ વાતચીત આગામી ચૂંટણી અને રણનીતિ પગલે કરી હતી.
![કોંગ્રેસ પાસે કોઈ નક્કર અજેન્ડા જ નથી: ભારતીબેન શિયાળ ભારતીબેન શિયાળ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10518270-thumbnail-3x2-bhartiimged.jpg)
ભારતીબેન શિયાળ
ભાવનગર:ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતીબેન શિયાળે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, દેશમાં હાલ વિકાસના નામે ભાજપ જે કામગીરી કરી રહ્યું છે તેને લઈને લોકો સાથે સંવાદ કરવામાં આવશે સાથે જ મોંઘવારીનો પ્રશ્ન કરતા તેમણે રામ મંદિરના ફંડ તરફ ઈશારો કર્યો હતો, એટલે ભાજપ આગામી દિવસોમાં રામના નામે મત માંગશે તે નિશ્ચિત છે. તો નવા 40 ચેહરાને પગલે પણ ભારતીબેને પ્રકાશ પાડ્યો હતો.
ભારતીબેન શિયાળ સાથે વાતચીત