- ભાવનગર મહાનગરપાલિકા મૌખિક બાંહેધરી ભૂલી ગઇ
- વર્ષ 2015માં 5 ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો હતો
- મનપાએ કહ્યું હતું કે, જ્યાં સુધી આ ગામમાં સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી પંચાયત ધારા મુજબ વેરો લેવામાં આવશે
- મનપાએ વિકાસના કામ કર્યા વગર એક સાથે 5 વર્ષનો વેરો જીક્યો
- સ્થાનિક ગ્રામજનો સહિત કોંગ્રેસનો મનપા કચેરીએ વિરોધ
- પોલીસે 15 લોકોની કરી અટકાયત સ્થાનિકો સહિત કોંગી કાર્યકરોનો મનપા કચેરીએ વિરોધ
ભાવનગરઃપાંચ વર્ષ પહેલા પાંચ ગામનો સમાવેશ ભાવનગર મહાનગર પાલિકામાં કરી લેવામાં આવ્યો હતો. તે સમયે જ્યાં સુધી સુવિધાઓ નહિ મળે ત્યાં સુધી વેરો પંચાયત ધારા મુજબ લેવામાં આવશે તેવી મૌખિક બાંહેધરી આપી હતી. હવે મનપાએ વિકાસના કામો કર્યા વગર પાંચ વર્ષનો વેરો જીકતા સ્થાનિક ગામના લોકો અને કોંગ્રેસ રજૂઆત સાથે વિરોધ કરવા મહાનગરપાલિકાએ પહોંચતા પોલીસે અટકાયત કરી હતી.
ભાવનગર મહાનગર પાલિકાના દ્વારા મનપાનો વિસ્તાર વધારી ભાવનગરના રુવા, તરસમીયા, અકવાડા, સીદસર અને નારી સહિતના ગામોને મનપામાં સમાવેશ કરી દેવામાં આવ્યો હતો. જે તે સમયે સાશકો દ્વારા સ્થાનિકોને મૌખિક બાંહેધરી આપવામાં આવી હતી કે, જ્યાં સુધી મનપા દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ નહીં આપવામાં આવે ત્યાં સુધી તેમને વેરો પંચાયત ધારાથી ચૂકવવાનો રહેશે. ત્યારબાદ હવે એક સાથે પાંચ-પાંચ વર્ષના વેરાના મસમોટા બીલ ફટકારી દેવામાં આવતા હવે પાંચેય ગામના લોકોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે.