ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ, મતદાન કેન્દ્રો પર EVMની કરાઇ ફાળવણી - મતદાન કેન્દ્રો

ભાવનગર જિલ્લામાં યોજનારી મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી યોજનારી છે. જેને લઇને ભાવનગર ચૂંટણી અધિકારી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ભાવનગરમાં ચૂંટણી અધિકારી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ, મતદાન કેન્દ્રો પર EVM મશીનની ફાળવણી
ભાવનગરમાં ચૂંટણી અધિકારી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ, મતદાન કેન્દ્રો પર EVM મશીભાવનગરમાં ચૂંટણી અધિકારી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ, મતદાન કેન્દ્રો પર EVM મશીનની ફાળવણીનની ફાળવણી

By

Published : Feb 18, 2021, 7:16 PM IST

Updated : Feb 18, 2021, 9:58 PM IST

  • ભાવનગર ચૂંટણી અધિકારી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ
  • મતદાન કેન્દ્રો પર ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
  • EVMની ફાળવણી કરવામાં આવી

ભાવનગરઃ જિલ્લામાં યોજનારી મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી યોજનારી છે. જેને લઇને ભાવનગર ચૂંટણી અધિકારી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મતદાન કેન્દ્રો પર મતદારો સારી રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાન કેન્દ્રો પર ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. EVM, જરૂરી કાગળો જેવી વ્યવસ્થાઓને આખરી ઓપ આપી મતદાન કેન્દ્રો પર EVMની ફાળવણી કરવામાં આવી રહી છે.

ભાવનગર મહાનગરપાલિકાના વૉર્ડ નંબર 13

21 ફેબ્રુઆરીના રોજ યોજનારી ભાવનગર મહાનગરપાલિકાના વૉર્ડ નંબર 13 માટેની ચૂંટણીમાં કુલ 469 મતદાન કેન્દ્રો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેમાં વૉર્ડ વાઈઝ ફળવવામાં આવેલા EVM કંટ્રોલ યુનિટ 538 તેમજ બેલેટિંગ યુનિટ કુલ 1,076ની ફાળવણી કરવામાં આવી છે.

ત્રણ નગરપાલિકાના કુલ 134 મતદાન કેન્દ્ર પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે

ભાવનગર જિલ્લામાં મહુવા, પાલિતાણા અને વલભીપુર કુલ 3 નગરપાલિકા માટે ચૂંટણી યોજનારી છે. જે માટે કુલ 134 મતદાન કેન્દ્રો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ફેળવાયેલા EVM કંટ્રોલ યુનિટ 182 તેમજ બેલેટિંગ યુનિટ કૂલ 364ની ફાળવણી કરવામાં આવી છે.

કુલ 1,342 મતદાન કેન્દ્રો ફાળવવામાં આવશે

ભાવનગર જિલ્લામાં 10 તાલુકામાં કુલ 1,342 મતદાન કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેમાં ફળવાયેલા EVM કંટ્રોલ યુનિટ 3,089 તેમજ બેલેટિંગ યુનિટ કુલ 3,089ની ફાળવણી કરવામાં આવી છે.

Last Updated : Feb 18, 2021, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details