- ભાવનગરના પાલીતાણા તીર્થની ઘટના
- ખેડૂત અને તેના સાથીદારે ખુટિયાને ઝેરી દવા ખવડાવી
- VHPએ પાલીતાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
ભાવનગર: જગતનો તાત એટલે કે અન્નદાતા ખેતીમાં બળદ, ખૂંટ, ગાયોને સહારે ખેતી કરતા હોય છે ત્યારે ખેડૂત પોતે જ જો ગૌવંશની હત્યા કરે તો શું સમજવું? ભાવનગરના પાલીતાણાના પાંચ પીપળા ગામમાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે જેમાં ખેડૂતે પોતે જ ખૂટીયાઓને મોતને ઘાટ ઉતારી અને તેનો વીડીયો બનાવીને વાયરલ કર્યો છે આ અંગે ગૌસેવા સમિતિ અને શિવસેનાએ બંને વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.