ગુજરાત

gujarat

ETV Bharat / city

કોવિડ-19ની સમીક્ષા બેઠક માટે CM કાલે ભાવનગરમાં - Vibhavariben Dave convened the meeting

ભાવનગરમાં કોરોનાને પગલે તંત્ર ઘણું બેદરકાર હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે, ત્યારે શનિવારે CMની સમીક્ષા બેઠક હોવાથી શુક્રવારના દિવસે શિક્ષણ અને બાળ મહિલા વિભાગના મંત્રી વિભાવરીબેન દવે દ્વારા કલેક્ટર, કમિશ્નર સહિત ઊચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

CM in Bhavnagar tomorrow
કોવિડ-19ની સમીક્ષા બેઠક માટે CM કાલે ભાવનગરમાં

By

Published : Aug 7, 2020, 7:29 PM IST

ભાવનગરઃ રાજ્યમાં મહાનગરોની ચાલતી CM સમીક્ષા બેઠક અંતર્ગત ભાવનગરમાં 8 તારીખે સમીક્ષા બેઠક રાખવામાં આવી છે. શહેરમાં CM વિજય રૂપાણી તારીખ 8ને આવતીકાલે આવશે ત્યારે કોરોનાને પગલે સમીક્ષા બેઠક યોજાશે.

કોવિડ-19ની સમીક્ષા બેઠક માટે CM કાલે ભાવનગરમાં

CM વિજય રૂપાણી આવતા હોવાથી શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા શુક્રવારે સમીક્ષા બેઠક યોજાઇ હતી. મુખ્યપ્રધાનની કોવિડ-19ની બેઠક હોઈ અને જિલ્લામાં 1732 કેસ નોંધાઇ ચુક્યા છે, ત્યારે શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીએ બેઠક મળી હતી.

શહેરમાં શનિવારે મુખ્યપ્રધાનની સમીક્ષા બેઠક પહેલા વિભાવરીબેન દવેની બેઠક કલેક્ટર કચેરીમાં યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર, કમિશ્નર, ડીડીઓ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોવિડ-19ની સમીક્ષા બેઠક માટે CM કાલે ભાવનગરમાં

જિલ્લામાં હાલમાં અમદાવાદની ઘટના બાદ ફાયરે તપાસ કરતા ફાયરના સાધનો ISI માર્ક વગરના અને આઉટ ઓફ ડેટ થયેલા સાધનો જોવા મળ્યા હતા. વિભાવરીબેને જણાવ્યું હતું કે, મહાનગરોની કોવિડ-19ની ચાલતી સમીક્ષા બેઠક પ્રમાણે શનિવારે ભાવનગરનો ક્રમાંક હોવાથી CM શહેરમાં આવી રહ્યા છે, તેમજ 10:30થી કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક શરૂ થશે અને કોરોનાના કેસ ઘટાડવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે.

કોવિડ-19ની સમીક્ષા બેઠક માટે CM કાલે ભાવનગરમાં

ABOUT THE AUTHOR

...view details