ભાવનગર :ભાવનગર શહેરના 299 માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર જન્મોત્સવ (Bhavnagar on Happy Birthday)સમિતિ દ્વારા યોજાયેલા કાર્નિવલ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel visiting Bhavnagar) હાજર રહ્યા હતા. મુખ્યપ્રધાને ગંગાજળિયા તળાવ ખાતે આવેલા મહારાજા સાહેબની સમાધિ ખાતે પુષ્પાંજલી અર્પણ કરી હતી. બાદ બોર તળાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી.
પોતાનું રજવાડું સૌ પ્રથમ અર્પણ કરનાર ગોહિલવાડનું નામ ઇતિહાસમાં અમર આ પણ વાંચો :Happy Birthday Bhavnagar : 300 વર્ષથી ગોહિલવાડની ધરતી આજે પણ ગુજરાતનું ધબકતું હૃદય
ભાવેણા નગરીના 300માં વર્ષ પ્રવેશની ઉજવણી -દેશની અખંડિતામાં પોતાનું રજવાડું સૌ પ્રથમ અર્પણ કરનાર ગોહિલવાડનું નામ ઇતિહાસમાં અમર થઇ ગયું છે. ભાવનગરના મહારાજા ભાવસિંહજી દ્વારા શહેરના વડવા ગામ ખાતે અખાત્રીજના દિવસે (Bhavnagar Entered the Year 300)ભાવનગરના તોરણ બાંધવામાં આવ્યા હતા. જેને ગઈકાલે અખાત્રીજના દિવસે 299 (Founding day of Bhavnagar) પૂરા થઈ અને 300માં વર્ષમાં પ્રવેશ કરી ગયું હતું. ત્યારે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી પ્રેરિત જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવનગરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતના હસ્તે બોર તળાવ ખાતે ભાવનગર કાર્નિવલને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :Gujarat Assembly Election 2022 : બે ટર્મથી વિજેતા જીતુ વાઘાણીની બેઠક છે ભાવનગર પશ્ચિમ, આ વખતે મતદારનું મન કળવું મુશ્કેલ
કૃષ્ણકુમારસિંહજી સમાધિ પર મુખ્યપ્રધાને અર્પણ કરી -ભાવનગરના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે તેમજ આઝાદીનાં 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 750 તિરંગા સાથેની ભવ્ય પદયાત્રા યોજવામાં આવી હતી. શહેરના સરદાર પટેલ સર્કલથી લઈ નિલમબાગ સર્કલ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા સુધી આ પદયાત્રા યોજાઈ હતી. તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગંગાજળીયા તળાવ પાસે આવેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સમાધિ તેમજ રાજવી પરિવારની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેમને કાર્નિવલમાં (Bhavnagar Carnival Program) મુખ્યપ્રધાનના હસ્તે 75 સામાજિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન સહિત ભાવનગરના પ્રભારી પ્રધાન કિરીટસિંહ (Bhavnagar Janmotsav Samiti) રાણા સહિતના મહાનુભાવો જોડાયા હતા.