ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં ચોરી કરતા ચોરને રંગે હાથ ઝડપી પાડ્યો - ચોરીના સમાચાર

ભાવનગર શહેરમાં દિવાળીની રાત્રે ખેપ મારવા નીકળેલા ચોરને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો. બનાવ મોડી રાતનો છે. દુકાનને નિશાન બનાવનારા ચોરને પણ ખબર ન હતી કે ચોરી કરવી ભારે પડી શકે છે. બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ હાજર હતી. ચોર દુકાનમાં છે એ જાણ થતા જ દુકાનનું શટર ખોલતા ચોર રંગે હાથ ઝડપાયો હતો.

ભાવનગરમાં ચોરી કરતા ચોરને રંગે હાથ ઝડપી પાડ્યો
ભાવનગરમાં ચોરી કરતા ચોરને રંગે હાથ ઝડપી પાડ્યો

By

Published : Nov 16, 2020, 10:46 PM IST

  • ભાવનગરમાં ચોર રંગે હાથે ઝડપાયો
  • ચોરને ચોરી કરવી પડી ભારે
  • ચોરી કરવા આવેલો ચોર બન્યો રમુજનું કારણ

ભાવનગર: ભાવનગર શહેરમાં દિવાળીની રાત્રે ખેપ મારવા નીકળેલા ચોરને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો. બનાવ મોડી રાતનો છે. દુકાનને નિશાન બનાવનારા ચોરને પણ ખબર ન હતી કે ચોરી કરવી ભારે પડી શકે છે. બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ હાજર હતી. ચોર દુકાનમાં છે એ જાણ થતા જ દુકાનનું શટર ખોલતા ચોર રંગે હાથ ઝડપાયો હતો.

ભાવનગરમાં ચોરી કરતા ચોરને રંગે હાથ ઝડપી પાડ્યો

ચોરને ઘોઘા ગેટ પોલીસ ચોકી લઈ જવાયો

ભાવનગર શહેરના મુખ્ય બજાર એટલે ઘોઘાગેટ ચોક કે જ્યાં પોલીસ ચોકી પણ આવેલી છે. પોલીસ રાત દિવસ ચોકમાં પહેરો આપતી રહેતી હોઈ છે, ત્યારે પોલીસ ચોકી પાછળ આવેલા કોમ્પ્લેક્ષ દુકાનમાં ખેપ મારવા બે શખ્સો ઉતર્યા હતા. કોમ્પ્લેક્ષની અગાસીમાંથી ધીરે ધીરે પાછળથી બે શખ્સો નીચેની દુકાનમાં પહોંચ્યા અને નોવેલ્ટીની દુકાનમાં દિવાળીની રાતે ખેપ મારવામાં સફળ પણ થઇ ગયા હતા. દિવાળીનો તેહવાર હોવાથી કઈક લઈને જતા રહીએ અને કોઈ મજુરી વગર નવું વર્ષ સુધરી જાય તેવો વિચાર લઈને આવેલા ચોર દુકાનમાં પહોંચી પણ ગયા અને ચોરી કરવાની તૈયારી પણ કરતા હતા.એવામાં સ્થાનિક લોકોને જાણ થતા દુકાનની બહાર લોકોના ટોળા જોવા મળ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પર હાજર હતી.સ્થાનિકો દ્વારા દુકાનનું શટર ખોલવામાં આવતા ચોર સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસની હાજરીમાં ચોરની ધુલાઈ કરવામાં આવી હતી. ઘટનાને પગલે પોલીસે ગુનો દાખલ કરી ચોરની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details