ગુજરાત

gujarat

ETV Bharat / city

Bhavnagar: ઢોર સમસ્યા યથાવત, રખડતાના ઢોરના ત્રાસ અંગે હજૂ કોઈ સમાધાન નહિ

ભાવનગર (Bhavnagar) શહેરમાં ટ્રાફિક સમસ્યામાં વધારો કરતા ઢોર વધુ એક પાસું ટ્રાફિક સમસ્યાને વધારવામાં કારણભૂત છે. ગત વર્ષે એક કરોડ જેવો ખર્ચ કર્યા બાળવબંધ કરેલી ઢોર પકડવાની કામગીરી છેલ્લા છ માસથી વધુ સમયથી બંધ છે. વાવાઝોડું, વરસાદ બાદ હવે ઢોર મોટી સંખ્યામાં રસ્તા પર છે. અમે મહાનગરપાલિકા કરશું જેવા જવાબો આપી રહી છે. વાહન ચાલકોને ઢોરનો મારનો ડર સતાવી રહ્યો છે.

Bhavnagar: ઢોર સમસ્યા યથાવત, રખડતાના ઢોરના ત્રાસ અંગે હજૂ કોઈ સમાધાન નહિ
Bhavnagar: ઢોર સમસ્યા યથાવત, રખડતાના ઢોરના ત્રાસ અંગે હજૂ કોઈ સમાધાન નહિ

By

Published : Jul 3, 2021, 12:22 PM IST

  • ભાજપના 24 વર્ષના શાસનમાં ઢોર સમસ્યા યથાવત
  • ગત વર્ષે ઢોર પકડવા 1 કરોડ ખર્ચયા છતાં સમાસ્યા ત્યાંને ત્યાં
  • શહેરના રસ્તાઓ પર નીકળતા વાહન ચાલકોમાં ઢોરનો ડર

ભાવનગરઃ શહેરમાં ટ્રાફિક સમસ્યામાં વધારો કરતા ઢોર વધુ એક પાસું ટ્રાફિક સમસ્યાને વધારવામાં કારણભૂત છે. ગત વર્ષે એક કરોડ જેવો ખર્ચ કર્યા બાળવબંધ કરેલી ઢોર પકડવાની કામગીરી છેલ્લા છ માસથી વધુ સમયથી બંધ છે. વાવાઝોડું, વરસાદ બાદ હવે ઢોર મોટી સંખ્યામાં રસ્તા પર છે. અમે મહાનગરપાલિકા કરશું જેવા જવાબો આપી રહી છે. વાહન ચાલકોને ઢોરનો મારનો ડર સતાવી રહ્યો છે. ગત વર્ષે 1 કરોડના ખર્ચે 2200 ઢોર પકડ્યા અને નિભાવ ખર્ચ આપ્યો અને ગત દિવાળી પછી પકડવાની કામગીરી બંધ કરી હતી. આ પછી આજે પાછી પરિસ્થિતિ ત્યાંની ત્યાં આવીને અટકી છે. ETV BHARATએ કરેલા સવાલ બાદ હવે પ્રજાના પૈસાનું પાણી કરવા ફરી આયોજન કરવામાં આવશે.

Bhavnagar: ઢોર સમસ્યા યથાવત, રખડતાના ઢોરના ત્રાસ અંગે હજૂ કોઈ સમાધાન નહિ

ગત વર્ષે ઢોર પકડવા 1 કરોડ ખર્ચયા છતાં સમાસ્યા ત્યાંને ત્યાં

ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar municipal corporation)એ ગત વર્ષે ચૂંટણી પહેલાની ભાજપની બોડીએ ધોરણે પકડવા માટે એક કરોડ જેવો ખર્ચ કર્યો હતો. ઢોર પકડીને આશરે 2200 જેટલા પાંજરાપોળમાં મોકલ્યા હતા. મનપાએ બાદમાં છેલ્લા 6 મહિનાથી ઢોર પકડવાનું બંધ કરી દીધું છે. ભાજપ 24 વર્ષથી મહાનગરપાલિકામાં જીત મેળવીને સત્તામાં આવી હોવા છતાં રસ્તા પર આવી પડતા ઢોરની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ નીવડી છે. હાલમાં ચોમાસુ શરૂ થયું છે. શહેરમાં ગલીએ ગલીએ અને દરેક રોડમાં અડીંગો જમાવીને બેઠેલા ઢોર અકસ્માતને નોતરી રહ્યા છે. કારણ કે ભાજપના જ એક નેતા ઢોરના કારણે મૃત્યુ પામી ચુક્યા છે. તેમજ સ્થાનિક કેટલાકના જીવ ગયા છે. કોઈના શરીરના અંગ ભાંગ્યા છે પણ સત્તામાં આવતી ભાજપ અને તેના બનતા નેતાઓના પેટનું પાણી હલતું નથી. મેયર કીર્તિબેનને સવાલ કરતા તેઓએ કહ્યું હતું કે, આ બાબતે અધિકારી સાથે વાતચીત કરીને આયોજન કરી ઢોર પકડવાની શરૂઆત કરવામાં આવશે.

ઢોરની કામગીરી બંધ કેમ અને કેમ વધે છે ઢોર કારણ શું ?

ભાવનગર મહાનગરપાલિકાએ ગત વર્ષે 2200 જેટલા ઢોર મોકલવા છતાં હાલમાં ચોમાસુ આવતા ઢોર તેટલી માત્રામાં જોવા મળે છે. આ અંગે કડવું સત્ય એવું છે કે, માખીના કારણે ઢોર ચોમાસામાં રસ્તા પર આવે છે અને જ્યાં સુધી માખીનો ત્રાસ હોય ત્યાં સુધી ઢોર ખુલ્લામાં રહે છે. વાહનોની અવરજવરના પગલે પવન આવે છે તેથી ઢોર રસ્તા પરથી હટવાનું નામ લેતા નથી. આમ જોવો તો ઢોર બપોરના માણસોના જમવાના સમયે રસ્તા પર જોવા મળતા નથી. કારણ કે, લોકોએ જમીન પર નાખેલું આરોગવા ઢોર આસપાના ગલી વિસ્તારમાં જતા રહે છે. 4 કે 5 કલાકે રસ્તા પર આવીને રાત સુધી બેસે છે. તેથી ઢોર રસ્તા પરથી ચોમાસામાં દૂર થતાં નથી.

શુ કહે છે અધિકારી ઢોર પકડવા મામલે અને રસ્તા પર એકઠા થવા બાબતે ?

ભાવનગરના રસ્તા ઉપર ઢોર પકડવાનું ગત વર્ષે કામ કર્યા બાદ ગત દિવાળી પછી કામગીરી બંધ કરી દેવામાં આવી છે. હવે બીજી દિવાળી પણ નજીક આવી ગઈ છતાં કામગીરી બંધ છે. અધિકારી M.M.હિરપરાએ જણાવ્યું હતું કે, હાલમાં 500 આસપાસ ઢોર (ખૂટ) હશે હજુ કામગીરી શરૂ નથી ક્રિબપન હવે આયોજન કરીને કરવામાં આવશે. કારણ કે હવે પાંજરાપોળ રાખવા તૈયાર નથી. મહાનગરપાલિકાને ઢોર નિભાવવું પોસાય તેમ નથી. જ્યારે માલધારીની ગાય કે રઝળતી ગાય અંગે અધિકારીએ એવું કહ્યું હતું કે, માલિકીની હોય તો જે તેની જવાબદારીમાં આવે છે, રસ્તા પર ઢોર વધવા પાછળ જાહેર રસ્તા પર વહેંચતા રઝકાવાળા પણ કારણભૂત છે. કારણ કે, ગાય રસ્તા પર સવારમાં ખાયને ત્યાં જ બેસી જાય છે.

આ પણ વાંચોઃભાવનગર મહાનગરપાલિકાની યોજાયેલી છેલ્લી બોર્ડમાં લિઝ પટ્ટે પ્લોટ રિન્યૂ કરવાના વધુ ઠરાવ પાસ

રસ્તા પર રહેતા ઢોર માટે જવાબદાર પદાધિકારીઓ..?

આમ જોવા જઈએ તો, રસ્તા પર રહેતા ઢોર માટે જવાબદાર પદાધિકારીઓ છે. કારણ કે ઢોર વધી રહ્યા છે. તેની પાછળ આસપાસના ગામડામાંથી આવતા ખૂટ તેમજ શહેરમાં માલિકીની ગાય જાહેરમાં રખડે છે. તો કેટલીક બિનવારસી છે. તેમાં જાહેરમાં ખાવાનું પીરસવામાં આવે છે. ધર્મના નામે એટલે ભાજપ માટે ગાય હમારી માતા હે...સૂત્ર સાથે ક્યાંક ઢોર સમસ્યા હાલમાં લોલમપોલ રાખવામાં આવી રહી છે. રસ્તા પર નીકળતી પ્રજાના જીવ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details