- રેલવે હોસ્પિટલ તેમજ સ્ટેશનમાં ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું
- GMને હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અંગે માહિતગાર કરવામાં આવ્યા
- દરેક વિકાસના ચાલી રહેલા કામોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું
ભાવનગર: વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ ભાવનગરમાં ચાલી રહેલા વિકાસના કામોનું ચેકીંગ કરવા માટે આવી પહોંચ્યા હતાં. તેમણે રેલવે હોસ્પિટલ, સ્ટેશન ખાતે ચાલી રહેલા કામોનું ઇન્સ્પેક્શન કર્યું હતું. જેના પગલે DRM સહિતનો કાફલો તેમની સાથે ઇન્સ્પેક્શનમાં હાજર રહ્યો હતો.
બોટાદ-ગાંધીગ્રામ ગેજ કન્ઝર્વેશનની કામગીરી પૂર્ણતાના આરે, આવતા વર્ષે શરૂ થઈ શકે છે નવો રૂટ: પશ્ચિમ રેલવે ભાવનગર રેલવે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અંગે માહિતી મેળવી
ભાવનગર આવેલા GM આલોક કંસલે રેલવે હોસ્પિટલની મુલાકાત લઈને ઇન્સ્પેકશન કરીને જાણકારી મેળવી હતી. રેલવે હોસ્પિટલમાં 75 બેડ ઉપસ્થિત છે અને ઓક્સિજન પ્લાન્ટ 500 લીટરનો કોરોનાને પગલે નાખવામાં આવ્યો છે. તેમણે હોસ્પિટલના વખાણ કર્યા હતા અને રેલવે કર્મચારીઓને મુશ્કેલી પડે નહીં તે બાબતે પણ રેલવે હોસ્પિટલને ધ્યાન રાખવા ટકોર કરી છે. આ સિવાય તેમણે, ભાવનગરના ખાસ અગત્ય ગણાતા બોટાદ ગાંધીગ્રામ ગેજ કન્ઝર્વેશન માટે જણાવ્યું હતું કે, 2021 ડિસેમ્બર સુધીમાં તેનું કામ પૂર્ણ થશે.