ભાવનગર: ભાવનગરમાં માસ્ક નહીં પહેરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
ભાવનગરમાં માસ્ક નહીં પહેરનારા સામે મનપાની કાર્યવાહી, દંડ ફટકારાયો - ભાવનગર ન્યૂઝ
ભાવનગરમાં માસ્ક નહીં પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. માસ્ક નહીં પહેરનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ભાવનગર
ભાવનગરમાં માસ્ક નહીં પહેરનાર સામે અંતે મનપાએ ઝૂંબેશ ઉપાડીને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. કાળાનાળા વિસ્તારમાં અનેકને દંડ ફટકારવામાં આવ્યો હતા.
શહેરમાં વધી રહેલા કોરોનાના કેસ બાદ મહાનગરપાલિકા અચાનક જાગી છે. ભાવનગરના અલગ-અલગ વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને પકડીને દંડ ફટકારવામાં આવ્યો હતો.
માસ્ક નહીં પહેરનારા લોકો સામે 500 રૂપિયાનો દંડ નિશ્ચિત કરાયેલો છે. જો કે, ઘણા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો પણ છતાં દંડ લેવામાં આવ્યો હતો.