ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્મશાનના ટ્રસ્ટીઓને BMC મેયરે ઇકો બ્રિકેટ લાકડાના સ્થાને ઉપયોગમાં લેવાની કરી અપીલ - સ્મશાનમાં વેઈટિંગ

ભાવનગરમાં જે સ્મશાનોમાં રોજના 3થી 5 મૃતદેહો આવતા હોય, ત્યાં કોરોના કાળમાં રોજના 14થી 20 મૃતદેહો આવી રહ્યા છે. હાલમાં સ્મશાનમાં લાકડાઓ ખૂટી ગયા છે, ત્યારે કોઈએ પૂછ્યું નહીં અને હવે મેયર સ્મશાનમાં પરિસ્થિતિ નહીં પણ સ્મશાનમાં પરીક્ષણ રૂપે લેવામાં આવેલા ઇક્કો બ્રિકેટ જોવા માટે પહોંચ્યા હતા.

Bhavnagar news
Bhavnagar news

By

Published : Apr 17, 2021, 4:03 PM IST

  • ભારવાડા સ્મશાન ખાતે મેયર કીર્તિબેન દાણીધરીયાએ મુલાકાત લીધી
  • મેયરે મૃતકના સગાને આશ્વાસન આપ્યું
  • ઇકો બ્રિકેટ લાકડાના સ્થાને ઉપયોગમાં લેવાય તેવી અપીલ મેયરે સ્મશાનના ટ્રસ્ટીને કરી

ભાવનગર : શહેરમાં આવેલા ચાર સ્મશાન પૈકી કુંભારવાડા સ્મશાન ખાતે મેયર કીર્તિબેન દાણીધરીયાએ અચાનક મુલાકાત લીધી હતી. સ્મશાનમાં મેયરે મુલાકાત લઈને મૃતકના સગાને આશ્વાસન આપ્યું હતું. આ સાથે ઇકો બ્રિકેટ લાકડાના સ્થાને ઉપયોગમાં લેવાય તેવી અપીલ સ્મશાનના ટ્રસ્ટીને કરી હતી.

સ્મશાનના ટ્રસ્ટીઓને BMC મેયરે ઇકો બ્રિકેટ લાકડાના સ્થાને ઉપયોગમાં લેવાની કરી અપીલ

આ પણ વાંચો -ભાવનગરના કો મોરબીડમાં કોરોનાથી મૃત્યુ વધતા સ્મશાનમાં વેઈટિંગ

મેયરે અચાનક લીધી કુંભારવાડા સ્મશાનની મુલાકાત

ભાવનગરના હાલના નિયુક્ત થયેલા મહિલા મેયર કીર્તિબેન દાણીધરીયાએ કુંભારવાડા સ્મશાનમાં મુલાકાતે પહોંચ્યા હતા. સ્મશાનમાં મૃતકોના પરિવાર સાથે અગ્નિ સંસ્કાર સમયે હાજરી આપી હતી. મૃતક પરિવારને હૈયા ધારણા આપી હતી. મેયર સાથે તેમના અન્ય નગરસેવક પણ હાજર રહ્યા હતા. જો કે, લાકડા ખૂટવા પગલે મેયરે કોઈ વાત ઉચ્ચારી ન હતી કે કોરોનાના વધતા કેસ અને મૃતદેહો અંગે વાત કરી ન હતી.

ભારવાડા સ્મશાન ખાતે મેયર કીર્તિબેન દાણીધરીયાએ મુલાકાત લીધી

આ પણ વાંચો -ભાવનગરમાં સરકારી ચોપડે અત્યાર સુધીમાં 76 મોત, જ્યારે એક જ સ્મશાનમાં રોજના 20 મૃતદેહને અપાય અગ્નિદાહ

મેયર સાથે ઇક્કો બ્રિકેટના વ્યાપાર કરતા વ્યક્તિઓ પણ રહ્યા હાજર

મેયર કીર્તિબેન દાણીધરીયાએ સ્મશાનની મુલાકાત દરમિયાન તેમની સાથે ઇકો બ્રિકેટ બનાવતા વ્યક્તિઓ પણ સાથે હાજર રહ્યા હતા. મેયરે જણાવ્યું હતું કે, કુંભારવાડા સ્મશાનમાં ઇક્કો બ્રિકેટ ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી આજે હું મુલાકાતે આવી હતી. માણસ જીવતા એક વૃક્ષ ઉછેરી શકતો નથી, ત્યારે મૃત્યુ સમયે એક વૃક્ષ જેટલું લાકડું સાથે લઈ જાય છે. ખેતરોમાં અને અન્ય સ્થળો પર પાંદડા અને લાકડાના નાના કટકાઓમાંથી બનતી ઇક્કો બ્રિકેટ ઉપયોગમાં લેવામાં આવે તો લાકડાઓ બચાવી શકાય છે. પર્યાવરણનું જતન પણ થઈ શકે છે, ઇક્કો બ્રિકેટ મામલે ચાર સ્મશાન માટે હું કમિશનર સાથે ચર્ચા કરીશ. જો કે, આ મામલે સ્મશાનના ટ્રસ્ટીએ કેમેરા સામે કશું કહ્યું ન હતું, પણ મૌખિક એટલું કહીને વાત પૂર્ણ કરી હતી કે, મોટા ભાગે લાકડાઓ દાતાઓ થકી આવતા હોય છે અને લાકડા કરતા ઇક્કો બ્રિકેટ મોંઘું પણ પડી શકે છે. ઇક્કો બ્રિકેટ હાલમાં ગેસથી ચાલતા સ્મશાનમાં સાઈડમાં મૃતદેહની બાજુમાં માત્ર દાખલારૂપે મૂકવામાં આવે છે કે, ઇક્કો બ્રિકેટ સફળ છે કે કેમ? પણ તે શક્ય નથી.

ઇકો બ્રિકેટ લાકડાના સ્થાને ઉપયોગમાં લેવાય તેવી અપીલ મેયરે સ્મશાનના ટ્રસ્ટીને કરી

આ પણ વાંચો -રેમડેસીવીર ઇન્જેક્શન અને દર્દીની હાલાકી પગલે કોંગ્રેસના ધરણા અને બાદમાં અટકાયત

ABOUT THE AUTHOR

...view details