ગુજરાત

gujarat

ETV Bharat / city

મહુવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મેદાન માર્યું - Samajvadi Party

ભાવનગરમાં મહુવા નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. અહીં ભાજપે 36માંથી 24, મહુવા તાલુકા પંચાયતમાં 34માંથી 28 અને જિલ્લા પંચાયતમાં 10માંથી 9 બેઠક જીતી તમામ અન્ય પાર્ટીઓનો છેદ ઉડાડી દીધો છે.

મહુવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મેદાન માર્યું
મહુવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મેદાન માર્યું

By

Published : Mar 3, 2021, 4:02 PM IST

  • ગત્ત ટર્મમાં ભાજપને 23 અને કોંગ્રેસને 13 બેઠક મળી હતી
  • વોર્ડ નંબર 4થી 9માં સમાજવાદી પાર્ટીએ ભાજપને ટક્કર આપી
  • ભાજપે જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા કબ્જે કરી

મહુવાઃ ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકાના 9 વોર્ડ અને 36 બેઠકની મત ગણતરીમાં 24 બેઠક ભાજપને, 7 બેઠક કોંગ્રેસને અને 5 બેઠક સમાજવાદી પાર્ટીના ફાળે આવી છે. ગઈ ટર્મમાં ભાજપને 23 અને કોંગ્રેસને 13 બેઠક મળી હતી.

વોર્ડ નંબર 4થી 9માં સમાજવાદી પાર્ટીના 24 ઉમેદવાર ચૂંટણી લડ્યા

ગત્ત નગરપાલિકાની ચૂંટણીમાં બળવો કરી કોંગ્રેસ સાથે બેઠેલા બિપિન સંઘવીએ મહુવાના 4થી 9 નંબરના વોર્ડમાં સમાજવાદીના 24 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. જ્યારે કોંગ્રેસના 1થી 3 વોર્ડમાં જ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. આમ, ભાજપ સામે સીધી ટક્કર 4થી 9 વોર્ડમાં સમાજવાદી પાર્ટી આવી હતી.

કોંગ્રેસને 3 વોર્ડમાંથી 7 બેઠક મળી

કોંગ્રેસ પાર્ટીના મેન્ડેડથી 1થી 3 વોર્ડમાં ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા, જેમાં 12માંથી 7 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે.

જિલ્લા પંચાયતમાં 10માંથી 9 બેઠક ભાજપને મળી

ભાવનગર જિલ્લા પંચાયતમાં 10 બેઠકમાંથી 9 બેઠક ભાજપને મળી છે. જેમાં મોટખૂટવડા, જેસર, બિલા, બગદાણા, ભાદરોડ, કતપર, મોટી જાગધાર, નેસવડ બિલા અને સેદરડાનો સમાવેશ થાય છે અને કળસાર કોગ્રેસને ફાળે ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details