- મહુવાના કતપર અને બન્દર વિસ્તારમાં જઇ લોકોને મળ્યા અને રાશન કીટનું વિતરણ કર્યું
- ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે
- મહુવાના કતપર અને બંદર વિસ્તારમાં જઇ લોકોને મળ્યા અને રાશન કીટનું વિતરણ કર્યું
ભાવનગર: પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ આજે મહુવાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ગઈકાલે ઉના અને જાફરાબાદ રાજુલા થઈ આજે મહુવામાં તોકૈત વાવાઝોડાની અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવી ગયા હતા.
સ્થળાંતર કરાવેલા ગામમાં સી આર પાટીલે મુલાકાત લીધી હતી
જે મુજબ આજે સવારે તેઓ વાવાઝોડાં અસરગ્રસ્ત કતપર અને બંદર વિસ્તારમાં પહોંચ્યા હતા કે જે બંને ગામ વાવાઝોડા સમયે હાઈ એલર્ટ ઉપર હતા અને વાવાઝોડા પહેલા એટલે કે 17 તારીખે ભાવનગરના પ્રભારી પ્રધાન ગણપત પણ આ વિસ્તારમાં ફરીને ગામ લોકોને સમજાવીને સ્થળાંતર કરાવેલા ગામમાં સી આર પાટીલે મુલાકાત લીધી હતી.
નગરપાલિકાના હોદ્દેદારોને તાત્કાલિક રોડ સાફ કરવા અને ગામમાં સફાઈ કરવા જણાવ્યું
આ ગામોમાં તબાહીનું નિરીક્ષણ કર્યું અને નુકસાનીના વળતર બાબતે SDM સાથે ચર્ચા કરીને નિયમ મુજબ મળતી સહાય તાત્કાલિક મળી જાય તેવી સૂચનાઓ આપેલી તેમજ મહુવા શહેરમાં અને રૂરલમાં ઝાડો પડી ગયા છે અને તે માટે નગરપાલિકાના હોદ્દેદારોને તાત્કાલિક રોડ સાફ કરવા અને ગામમાં સફાઈ કરવા જણાવ્યું હતુ.
મહુવાના ડી હાઈ ડ્રેશન અને યાર્ડની પણ મુલાકાત લીધી
બંદરના લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવેલા. જેમાં એક માસ ચાલે તેટલો અનાજનો જથ્થો અને તેલ આપવામાં આવ્યું હતુ અને ત્યારબાદ મહુવાના ડી હાઈ ડ્રેશન અને યાર્ડની પણ મુલાકાત લીધી હતી અને ડી હાઈડ્રેશનમાં તેમજ કોલ્ડ સ્ટોરેજમાં થયેલા નુકસાનની પણ માહિતી મેળવી હતી. GIDC માટે પાવર સપ્લાય ઝડપથી થાય તેવી સૂચના આપી હતી. આ મુલાકાતમાં સી. આર. પાટીલ સાથે પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ અને રઘુભાઈ હુંબલ તેમજ વિનોદ ચાવડા અને મહુવાને ગારીયાધારના ધારાસભ્ય તેમજ નારણભાઇ જોડાયેલા હતા.