ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરના ઘોઘામાં આઝાદી પછી સત્તા મળી તો મહામારીના નિયમને નેવે મૂકી ભાજપ પ્રદેશ પ્રમુખની રેલી નીકળી

ભાવનગરના ઘોઘામાં આઝાદી પછી સત્તા મળી તો મહામારીના નિયમને નેવે મૂકી પ્રદેશ પ્રમુખની સી. આર. પાટીલની રેલી નીકળી હતી. પાટીલની સભા યોજાઈ અને જમણવાર પણ કરવામાં આવ્યો હતો. પાટીલે જીતેલા ઉમેદવારોને ચીમકી પણ આપી કે કાર્યકરોનું સન્માન કરવું પડશે.જોકે કાર્યકરોના સન્માનની વાત કરતાં પાટીલને પ્રજાના સન્માનની ચિંતા નથી. કોરોના ગાઈડ લાઇન્સના નિયમને નેવે મૂકી પ્રદેશ પ્રમુખની રેલી નીકળી હતી

ભાવનગરના ઘોઘામાં આઝાદી પછી સત્તા મળી તો મહામારીના નિયમને નેવે મૂકી ભાજપ પ્રદેશ પ્રમુખની રેલી નીકળી
ભાવનગરના ઘોઘામાં આઝાદી પછી સત્તા મળી તો મહામારીના નિયમને નેવે મૂકી ભાજપ પ્રદેશ પ્રમુખની રેલી નીકળી

By

Published : Mar 8, 2021, 5:05 PM IST

Updated : Mar 8, 2021, 6:51 PM IST

  • ભાવનગરના ઘોઘામાં સી આર પાટીલની રેલી યોજાઈ
  • કોરોના ગાઈડ લાઇન્સનો ભંગ જોવા મળ્યો
  • જીતેલા ઉમેદવારોને કાર્યકરોનું સન્માન કરવા ચીમકી આપી

ભાવનગરઃ "મારું મારા બાપનું અને તારા મારામાં ભાગ" આવો ઘાટ ચૂંટણી બાદ ચૂંટણીમાં જીતના જશ્નમાં પણ જોવા મળે છે. રસ્તા પર સામાન્ય ચાલીને જતો વ્યક્તિ માસ્ક પહેરે નહીં તો એક હજારનો દંડ કરેે છે. ત્યારે જીત મેળવીને સત્તામાં આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખની રેલીમાં માસ્ક નહીં,ડિસ્ટન્સ નહી અને જમણવારમાં હજારો ભેગા કર્યા છતાં કોઈ એક્શન નહી. પણ ઊલટું પોલીસ બંદોબસ્તમાં હતી અને નેતાઓની સામે લાચાર પોલીસ મહામારીના નિયમના ઉડતા ધજાગરા જોઈને પણ સ્તબ્ધ હતી. મફતમાં મત લઈ જાય અને સત્તા ભોગવે અને નિયમો બનાવે અને તેનો ભંગ એ જ નેતા કરે અને પ્રજા પાસે દંડ ભરાવે. ઘોઘા તાલુકા પંચાયતમાં આઝાદી પછી આવેલી સત્તાના મોહમાં સન્માન કરવા કોરોનાની ગાઈડલાઈન ભૂલાઈ અને સવાલ થયો તો ઉડાઉ જવાબ પ્રદેશ પ્રમુખ આપી રહ્યાં છે. પ્રજાને દંડ અને નેતાને નિયમ ભંગનો રંજ નથી. કાર્યકારોનું સન્માન નહીં કરો તો સાખી નહીં લેવાય તેમ જીતેલા ઉમેદવારને કહેતા ભાજપ પ્રદેશ પ્રમુખને પ્રજાના સન્માનની ચિંતા નથી.

  • ઘોઘાની સભામાં પાટીલના વાર અને ચીમકી

    ભાવનગરના ઘોઘામાં આઝાદી પછી કોંગ્રેસને હરાવીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સત્તામાં આવેલી ભાજપથી ગદગદિત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે વધતા કોરોના કેસ વચ્ચે રેલી યોજી અને સભા કરીને જમણવાર પણ કર્યો હતો. ત્યારે સભામાં કોંગ્રેસની કામ નહીં કરવાની નીતિના પગલે લોકોના વિશ્વાસ ઉડતા ભાજપ પર પસંદગી ઉતારી છે. જીતેલા ઉમેદવાર ભૂલે નહિ કે જીત કાર્યકરોના કારણે છે માટે જીતેલા ઉમેદવાર કાર્યકરોને અપમાનિત કરે તે પક્ષ સાખી નહીં લે તેવી મીઠી ભાષામાં જીતેલા ઉમેદવારને પાટીલે ચીમકી આપી હતી.

    આ પણ વાંચોઃ વતન આવેલા ભાજપના બે નેતાઓ કોરોના મહામારીના નિયમ ભુલાયા
  • કાયદો મહામારીમાં શું માત્ર પ્રજા માટે ? કેમ નેતાઓ બાકાત છે ?

    "ઘર ફૂટે ઘર જાય" આ કહેવત પ્રજા માટે સાર્થક બની છે ભાજપને સત્તા આપ્યા બાદ આવેલી મહામારીમાં ભાજપની સરકારે નિયમો બનાવ્યા અને એ નિયમોનો ભંગ થતા પ્રજાને આકરો દંડ અને ચૂંટણીમાં નેતાઓને નિયમોના ભંગ બદલ કઈ કાર્યવાહી નહી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જીતમાં નીકળેલી ભાજપ પ્રદેશ પ્રમુખની રેલી અને સભામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયાં હતાં. માસ્ક ન હતાં, બાકીમાં પૂરું કોરોનાના વધતા કેસમાં હજારોનો જમણવાર કરાયો. એટલું નહી, સોશિયલ ડિસ્ટન્સ, માસ્કના દંડ લેતી પોલીસ અહીંયા સુરક્ષા પુરી પાડવામાં લાગી હતી તેને પણ મહામારીનો નિયમ ભંગ દેખાયો નહી.



  • ચૂંટણી પૂરી થતાં ગરીબ મધ્યમ વર્ગને માસ્કનો દંડ લેવા ડ્રાઈવ શરૂ

    સી આર પાટીલ આવ્યાં તેના એક દિવસ પહેલા પોલીસે માસ્કના નામે ડ્રાઈવ શરૂ કરી છે. કારણ કે સંક્રમણ વધ્યું છે અને કેસ 15 સુધી પહોંચ્યાં છે. ગરીબ મધ્યમ વર્ગને 1000નો દંડ હાલની આર્થિક તંગીની કટોકટી વચ્ચે ઉઘરાવામાં આવી રહ્યો છે. હવે માસ્ક ડ્રાઈવના બીજા દિવસે એજ પોલીસ ભાજપ પ્રદેશ પ્રમુખની રેલીમાં સુરક્ષા પુરી પાડતી હતી. ન કોઈને મોઢે માસ્ક કે ન સોશિઅલ ડિસ્ટન્સ. આ બેવડી નીતિને લઈને હવે પ્રજામાં લાગણી છે કે મફતમાં આપેલા મત બાદ એવો અહેસાસ થાય છે કે ઘર ફૂટે ઘર ગયું હોય.

આ પણ વાંચોઃ સી. આર. પાટીલની સભામાં કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

  • રેલી અને સન્માન સભામાં કેમ પાટીલ ભાગ્યાં ? જવાબ આપ્યો નહીં

    ઘોઘામાં યોજવામાં આવેલી સભામાં હજારો લોકો ઉમટ્યાં અને મહામારીની ગાઈડલાઈનનો ભંગ કરતા સત્તાધારી પક્ષો ક્યાંક ઇશારામાં સભા કરીને પ્રજાને જણાવતા હોઈ કે નિયમ તમારા માટે છે અમારા માટે નહીં તેવું પ્રતીત થતું હતું. સાંસદ,સ્થાનિક નેતાઓ પરસોતમ સોલંકી સહિતના નેતા વચ્ચે મીડિયાએ સવાલ માસ્ક, ડિસ્ટન્સના કર્યા તો પાટીલ હળાહળ ખોટું બોલ્યાં કે કહેલું છે માસ્ક પહેરવાનું અને ઘણાંએ પહેર્યા પણ છે. પણ નથી પહેર્યા તેનો દંડ શું ભાજપ ભરશે ? બીજો સવાલ પેટ્રોલ ડિઝલનો કરતા પાટીલ ભાઉ ઉભા થઈને ચાલવા લાગ્યાં. મતલબ સાફ છે નિષ્ફળતાઓ સામે આવે તો જવાબ આપવામાં સત્તાના મોહમાં પડેલા પક્ષના નેતાઓને રસ નથી કારણ કે પોતાની સરકારની અણઆવડત છતી થાય છે.
Last Updated : Mar 8, 2021, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details