- ભાવનગરમાં 21 ફેબ્રુઆરીનાં રોજ યોજાશે મહાનગર પાલિકાની ચૂંટણી
- ભાવનગર કોંગ્રેસ દ્વારા શક્તિસિંહ ગોહિલનું ભવ્ય સ્વાગત કરાયું
- શક્તિસિંહ ગોહિલે ભાજપ અને ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
ભાજપ હાર ભાળી ગયું હોવાથી સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવે છે: શક્તિસિંહ ગોહિલ - ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલ
ભાવનગર શહેરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સ્થાનિક બાહુબલી કહેવાતા શક્તિસિંહ ગોહિલ ભાવનગર આવતા તેમના સન્માન હેતુ રેલી યોજવામાં આવી હતી. શક્તિસિંહે ભાજપ પર આકરા પ્રહારો કરી કહ્યું હતું કે, તેઓ હાર ભાળી ગયા છે એટલે સામ દામ અને દંડની નીતિ અપનાવાઈ રહી છે અને અહંકાર સારા સારાનો તૂટ્યો છે.
ભાવનગર: શહેરમાં શક્તિસિંહ ગોહિલનું ભવ્ય સ્વાગત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. મસ્તરામ બાપાના દર્શન કરીને શહેરમાં રેલી યોજવામાં આવી હતી. શક્તિસિંહે ભાજપ હાર ભાળી જતા ગુંડાગીરી અને બિનહરીફ કરાવવા ધાકધમકીઓ આપવાની શરૂઆત કરી છે. રાજ્યસભા મામલે તેમણે ભાજપની બહુમતી હોઈ અને મેન્ડેટ ઓન અલગ હોઈ તો તેઓ નક્કી કરશે તેમ જણાવ્યું હતું.
ભાવનગર મસ્તરામ બાપાના મંદિરે શક્તિસિંહ ગોહિલનું સ્વાગત
ભાવનગર શહેરમાં શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સાંસદ હતા, ત્યારે લાંબા સમય બાદ ભાવનગર પોતાના વતન આવતા કોંગ્રેસે ભવ્ય સ્વાગતનું આયોજન કર્યુ હતું. શક્તિસિંહ ગોહિલ પ્રથમ મસ્તરામ બાપાના દર્શન કરીને રેલીમાં જોડાયા હતા. મસ્તરામ બાપાના મંદિરથી શહેરની વચ્ચેથી પસાર થઈને શિવશકતિ હોલ સુધી પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોમાં જોશ ભરાયો હતો અને વાતાવરણ કોંગ્રેસમય બની ગયું હતું.