ગુજરાત

gujarat

ETV Bharat / city

Bhavnagari Gathiya: ગાંઠીયા બન્યાં હવે કડવા, પેટ્રોલ અને સિંગતેલના ભાવ જવાબદાર

ભાવેણાવાસીઓને સવાર થતાં અંગૂઠિયા ગાંઠીયા એટલે કે ફાફડાથી સવાર(Morning with fafda in Bhavnagar ) પડે છે. ગાંઠીયાના ભાવમાં અંતે રહી રહીને વ્યાપારીઓનેના છૂટકે ભાવ વધારો કરવો પડ્યો છે. 20 રૂપિયાની મળતી ડિશ હવે ક્યાંક 25 રૂપિયાની થઈ ગઈ છે. કિલોના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

Bhavnagari Gathiya: ગાઠીયા બન્યા હવે કડવા જેમા પેટ્રોલ, શીંગતેલના ભાવ જવાબદાર
Bhavnagari Gathiya: ગાઠીયા બન્યા હવે કડવા જેમા પેટ્રોલ, શીંગતેલના ભાવ જવાબદાર

By

Published : Mar 16, 2022, 2:30 PM IST

Updated : Mar 16, 2022, 9:31 PM IST

ભાવનગર:શહેરના ગાય ગાંડા અને ગાંઠીયાથી ઓળખાણ વિશ્વ ક્ષેત્રે અને ભારતમાં થાય છે. ભોજનમાં કશું ન હોય તો ગાંઠીયા ચાલશે તેવી માનસિકતા ધરાવતા ભાવેણાવાસીઓને હવે ગાંઠીયાનો સ્વાદ ક્યાંક કડવો લાગે તો નવાઈ નહી. કારણ છે વધેલા ભાવ. ચાલો જાણીએ ETV BHARATના ખાસ અહેવાલમાં..

ભાવનગરના પ્રખ્યાત મનુભાઈ ગાંઠિયાવાળાના સંચાલક ભારતીબેન

ગાંઠિયામાં આવ્યો ભાવ વધારો કેવી પડી અસર - ભાવનગર શહેરમાં ગાંઠીયાના(Bhavnagari Gathiya) ભાવમાં (Gathiya prices in Bhavnagar city)હાલમાં વધારો કરવામાં આવ્યો છે. ભોજન ખરા તડકામાં કે રાત્રે પેટ ભરવા શોધનાર ભાવેણાવાસીઓને ગુજરાતી થાળી ન મળે તો ગાંઠીયામાં ચલાવી લે છે. ગાંઠીયા ભાવનગરમાં ડુંગળી સાથે(Gathiya with onion in Bhavnagar), તીખા બટેકા સાથે, ચા સાથે અને મરચા સાથે આરોગવા શોખીનો ખૂબ છે. સવારમાં ઉઠીને પણ નાસ્તામાં ચા ગાંઠીયા કે તીખા મરચાં લેવામાં આવે છે. ગાઠીયા હવે કડવા લાગે તો નવાઈ નહી. કારણ કે ગાંઠીયા કિલોએ 20 રૂપિયા મોંઘા બન્યા છે. ઘણા સમયથી સિંંગતેલના ઉત્તરચડ ભાવ બાદ(price updown of sesame oil) અંતે ડબ્બાના ભાવ (price of can of sesame oil)ચડી જતા ગાંઠીયાના વ્યાપારીઓએ ભાવ વધારો કર્યો છે.

ગાંઠિયામાં આવ્યો ભાવ વધારો કેવી પડી અસર ભાવમાં

આ પણ વાંચો:સુરતમાં પેટ્રોલની કિંમતે સદી ફટકારી, Petrol-Dieselને GSTના સ્લેબમાં લાવવા લોકોની માગ

ભાવનગર શહેરમાં ગાઠીયાના વધાર્યો ભાવ અને ક્યાં ક્યાં ગાઠીયા મોંઘા જે નીચે મુજબ છે -

No. ગાંઠીયાઓ
1 મરી મસાલા ગાંઠીયા
2 તીખા ગાંઠીયા
3 જીણા ગાંઠીયા
4 અંગૂઠિયા ગાંઠીયા
5 લસણીયા ગાંઠીયા
6 પાલક ગાંઠીયા
7 મેથી ગાંઠીયા
8 ફૂલવણી ગાંઠીયા
9 ટમટમ ગાંઠીયા
10 ચંપાકલી ગાંઠીયા
11 માખણીયા ગાંઠીયા
12 જીણા તીખા ગાંઠીયા
13 શાકના ગાંઠીયા

આ પણ વાંચો:ખાદ્યતેલમાં સ્ટોક મર્યાદા કરવાથી ભાવ ઘટવાની શકયતા નહિવત: SOMA

ભાવનગરના પ્રખ્યાત મનુભાઈ ગાંઠીયાવાળાના સંચાલક ભારતીબેન - ઉપરોક્ત દરેક ગાંઠીયાની બોલબાલા રહે છે. ભાવનગરના પ્રખ્યાત મનુભાઈ ગાંઠીયાવાળાના સંચાલક ભારતીબેને જણાવ્યું હતું કે છેલ્લા છ માસમાં તેલના ભાવ ઉત્તર ચડ થવા છતાં અમે ભાવ વધાર્યો ન હતો અને ગ્રાહકોને રાહત આપી હતી. રાહત આપ્યા બાદ પણ જે રીતે પેટ્રોલના ભાવ અને શીંગતેલના ડબ્બાના ભાવ 2650 એ પહોંચી જતા અમારે નાછૂટકે દરેક ગાઠીયાના ભાવમાં વધારો કિલોએ 20 રૂપિયાનો કરવો પડ્યો છે. 220ના રૂટિન ગાંઠીયાના હવે 240 થયા છે. આમ દરેકમાં કિલોએ 20 રૂપિયા વધાર્યા છે તો દરેક ફરસાણમાં પણ વધારો કરવાની ફરજ પડી છે.

ભાવેણાવાસીઓને હવે ગાંઠીયાનો સ્વાદ ક્યાંક કડવો લાગે તો નવાઈ નહિ
Last Updated : Mar 16, 2022, 9:31 PM IST

ABOUT THE AUTHOR

...view details