ભાવનગર ભાવનગર અને કોલ્હાપુર સ્ટેટ 1918માં ચિત્તા લાવ્યાં હતાં. ભાવનગરનું હળનું કાળિયાર અભ્યારણ્યમાં શિકાર ચિત્તાઓને કરાવવામાં ( cheetah history in india )આવતો હતો. વડાપ્રધાન 70 કે 80 વર્ષ બાદ ભારતમાં ફરી ચિત્તા લાવ્યા છે ત્યારે એક સમયે ચિત્તા રાખનાર રજવાડાના યુવરાજ જયવીરરાજસિંહજી સાથે ETV BHARAT એ EXCLUSIVE વાતચીત (Bhavnagar Yuvraj Jayvirsinhji Special Interview on cheetah) કરી હતી યુવરાજ સાહેબે રાજ્ય સરકારને વિનંતી પણ કરી છે. શું તે જાણો.
યુવરાજ જયવીરરાજસિંહજી સાથે ખાસ વાતચીતમાં મુખ્ય અંશો
સવાલ - ચિત્તાને લઈને દેશમાં ઘણી ચર્ચાઓ થઇ. ત્યારે રજવાડાના સમયમાં પણ કોલ્હાપુર અને ભાવનગર સ્ટેટ પાસે ચિત્તા હતાં ત્યારે આપ ચિત્તા વિશે શું કહો છો ?
જવાબ - જય માતાજી. સૌ પહેલા વિચિત્ર લાગ્યું કે આમાં મીડિયાને શું કહેવું. પણ વાત રજવાડાની છે તો થોડી ચર્ચા કરી શકાય. તેના પહેલા કહીશ કે વડાપ્રધાન ચિત્તા લાવ્યા ખૂબ સરસ વાત છે. વાઈલ્ડ લાઈફ પ્રિય લોકો માટે સારી વાત છે એ આપણે માનવું જોઈએ. ભાવનગર રાજ્યની ( cheetah history in india ) વાત કરીયે તો મહાત્મા ગાંધીજી જ્યારે નિલમબાગ પેલેસ પધાર્યા હતાં ત્યારે તેમણે ચિત્તા જોઈને કહ્યું હતું કે હું માણસોને સાથે નથી રાખી શકતો તમે ચિત્તાઓ જેવા પ્રાણીઓ પાળીને સાથે રાખ્યા છે. આ ઐતિહાસિક વાત છે. હાલમાં મીડિયા અને સોશિયલ મીડિયામાં અફવાઓ છે કે રજવાડાના કારણે ચિત્તાઓ વયા ગયાં પણ ના તેવું નથી કારણ કે ચિત્તાઓને રજવાડાના સમયમાં ખૂબ સારી રીતે સાચવવામાં આવતા હતાં.