ભાવનગર : ભાવનગર જિલ્લો ડુંગળીનું પીઠું માનવામાં (Bhavnagar Yard Onion Income) આવે છે. ડુંગળીમાં અગાઉ સરકારે કિલોએ 1 રૂપિયો જાહેર કર્યો હતો. રાજ્ય સરકારે હાલમાં ફરી બે રૂપિયા કિલોએ જાહેર કર્યા છે, પરંતુ આકરા ઉનાળામાં ડુંગળીની ઘટ વચ્ચે રાજ્ય સરકારે જાહેરાત કરી છે. સવાલ એ છે કે જિલ્લાને ધ્યાનમાં લઈને જાહેરાત નહિ હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી છે.
ભાવનગરમાં યાર્ડમાં આવતી ડુંગળીથી કેટલા ખેડૂતોને થશે ફાયદો... આ પણ વાંચો :ભાવનગર યાર્ડમાં મગફળીની આવક શરૂ, રૂપિયા 1 હજારથી વધુ ભાવ બોલાયા
જિલ્લામાં ડુંગળી પર બે રૂપિયાની જાહેરાતથી ફાયદો -દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ભાવનગર જિલ્લો ડુંગળીનું પીઠું છે. મહુવા, તળાજા તાલુકા સાથે સમગ્ર જિલ્લામાં ડુંગળીનું વાવેતર થાય છે. ડુંગળીનું વાવેતર 1 લાખ કરતા વધુ હેકટરમાં સિઝન દરમિયાન થાય છે. રાજ્ય સરકારે હાલમાં બે રૂપિયા (Onion Prices Rise) ડુંગળીમાં કિલોએ રાહત રૂપે આપવાની જાહેરાત કરી છે. પરંતુ ડુંગળીની આવક જિલ્લામાં માત્ર સૌથી વધુ એક માત્ર મહુવા યાર્ડમાં છે. જિલ્લામાં બધા ડુંગળીના ખેડૂતોને લાભ મળી શકશે નહીં. ડુંગળીની હાલમાં સિઝન જિલ્લામાં નહિ હોવાનું કહેવામાં આવે છે. ઉનાળામાં થયેલી જાહેરાતમાં એકમેક ખેડૂતોને લાભની ચર્ચા અને નારાજગી છે. ભાવનગર યાર્ડમાં હાલમાં ભાવ 20 કિલોએ 77 થઈ 180 વચ્ચે (Bhavnagar Yard Onion Prices) મળી રહ્યા છે. મતલબ કે ખેડૂતોને કિલોએ 3 રૂપિયાથી લઈને 9 રૂપિયા સુધી જ કિંમત મળી રહી છે. સરકારની જાહેરાતથી દરેક ખેડૂતને ફાયદો નથી થઈ રહ્યો તેવું જાણવા મળી છે.
ભાવનગરમાં યાર્ડમાં આવતી ડુંગળી આ પણ વાંચો :લ્યો બોલો ! ભાવનગરમાં ડુંગળીની આયાત બંધ કરવા માગ
ભાવનગરના ક્યાં યાર્ડને ફાયદો અને કેટલો કોને -ભાવનગર જિલ્લામાં હાલ માત્ર મહુવા તાલુકાના યાર્ડમાં રોજની 2.50 લાખ ગુણી ડુંગળીની આવક છે, જ્યારે જિલ્લાના અન્ય બાકી યાર્ડમાં માત્ર રોજની 5 હજાર ગુણી આવી રહી છે. ભાવનગર યાર્ડના સેક્રેટરી દોલુભાએ જણાવ્યું હતું કે, અગાઉ રાજ્ય સરકારે 1 રૂપિયો આપ્યો હતો અને હાલમાં પણ સમાચાર (Govt. Announces Onion Prices) મળી રહ્યા છે કે, કિલોએ 2 રૂપિયાની જાહેરાત થઈ છે. પરંતુ, ભાવનગર યાર્ડને કોઈ સરકારી પત્ર મળ્યો નથી. સરકાર હાલમાં જાહેર કરે તો પણ રાહત મહુવા સિવાયના યાર્ડ માટે નકામી છે. કારણ કે અન્ય યાર્ડમાં આવકની સિઝન શિયાળાના અંત સમયમાં હોય છે. હાલમાં માત્ર 5 હજાર ગુણી આવક છે. મહુવા યાર્ડમાં જતા ખેડૂતોને ફાયદો થશે.