ભાવનગરની ગાંધી મહિલા કોલેજ 1953થી વિદ્યાર્થિનીઓના ભવિષ્યને ઉજ્વળ બનાવવા માટે ચાલી રહી છે. પરંતુ આજે બેટી બચાવોની વાત કરતી સરકારે મહિલા કોલેજને ભાવનગર યુનિવર્સીટીના વિલીનીકરણમાં કોઈ મદદ કરી નથી. 2012થી અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીનીઓની કારકિર્દી કોરા કાગળ બની ગઈ છે. જેને પગલે વિદ્યાર્થીનીઓને સોમવારે રસ્તા પર આવીને વિરોધ કરવો પડ્યો અને પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી.
ભાવનગર: મહિલા કોલેજની ડીગ્રી અમાન્ય, વિદ્યાર્થીનીઓએ રસ્તા પર આવી નોંધાવ્યો વિરોધ
ભાવનગર: શહેરમાં 1953થી મુંબઈ યુનિવર્સીટી સાથે જોડાઈને ચાલતી ગાંધી મહિલા કોલેજની ડીગ્રી ગુજરાતમાં માન્ય નહીં રહેતા વિદ્યાર્થિનીઓના ભાવી અંધકારમય બની ગયા છે. વિદ્યાર્થિનીઓએ સોમવારે રસ્તો રોકી વિરોધ નોંધાયો હતો. જેથી પોલીસને બોલાવી મામલો થાળે પાડવામાં આવ્યો હતો. યુવતીઓએ માગ કરી છે કે, કોલેજને તાળા મારો અથવા અમારી ડીગ્રી માન્ય કરો.
વિદ્યાર્થિનીઓએ રસ્તા પર આવી નોંધાવ્યો વિરોધ
વિદ્યાર્થિનીઓના ભવિષ્યને ઉજ્વળ બનવવાનું કામ કરતી જૂની સંસ્થાને સ્થાનિક યુનિવર્સીટીમાં વિલીનીકરણ માટે સરકારને મદદ કરવા હસ્તક્ષેપ કરવામાં રસ નથી. 2012થી અભ્યાસ પૂર્ણ કરેલી વિદ્યાર્થિનીઓની ડીગ્રી માન્ય નથી. કારણ કે, ભાવનગર યુનિવર્સીટીમાં ગાંધી મહિલા કોલેજને માન્યતા મળી નથી.