ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ બનશે, 1900 કરોડના પ્રોજેકટને CMની મંજૂરી - ભાવનગર સીએનજી ટર્મિનલ

ભાવનગર ખાતે વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ બનાવવાની રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મંજૂરી આપી છે.

રુપાણી
રુપાણી

By

Published : Sep 15, 2020, 3:49 PM IST

ગાંધીનગર: ગુજરાતને કુદરતી રીતે 1600 કિલોમીટર લાંબો દરીયા કિનારો મળ્યો છે, ત્યારે તેનો લાભ ગુજરાત અને સમગ્ર દેશને થાય તે માટે ગુજરાત સતત કાર્યરત રહે છે. 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારો ધરાવતો ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવે તે માટે હવે ભાવનગર ખાતે વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ બનાવવાની રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મંજૂરી આપી છે.

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભાવનગર ખાતે વિશ્વનો સૌપ્રથમ સીએનજી ટર્મિનલ બનાવવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ ગુજરાત રાજ્યમાં બનશે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ ફોર ગ્રુપ કોનસોરીયનને પ્રોજેક્ટ તરીકે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મંજૂરી આપી છે. મળતી માહિતી પ્રમાણે પ્રથમ તબક્કામાં 1300 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવામાં આવશે જ્યારે પ્રોજેક્ટ પૂર્ણ થતાં કુલ 1900 કરોડનું મૂડીરોકાણ પ્રોજેક્ટમાં થશે. આમ રાજ્યમાં સૌપ્રથમ બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ તરીકે ભાવનગરમાં સીએનજી ટર્મિનલ આકાર પામશે..

વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલમાં પ્રતિવર્ષે 45 લાખ ટન ક્ષમતાનું લિક્વિડ કાર્ગો ટર્મિનલ અને વાઇટ કાર્ગો ટર્મિનલ તથા રો રો ટર્મિનલ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ ભાવનગર પોર્ટ વિકસાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં બે લોકગેટનું બાંધકામ અને કિનારા ઉપર સીએનજી ટ્રાન્સપોર્ટેશન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલીટી વિકસાવવામાં આવશે. જ્યારે સીએનજી ટર્મિનલનું કાર્ય પૂર્ણ થતા ભાવનગર પોર્ટની વાર્ષિક કેપીસીટી 9 મિલિયન મેટ્રિક ટન થશે.

ABOUT THE AUTHOR

...view details