- કોરોનાનો કહેર યથાવત
- યુનિવર્સિટીએ લીધા પાંચ નિર્ણયો
- ભાવનગર યુનિવર્સિટીની EC બેઠક મળી
ભાવનગરઃરાજ્યમાં કોરોનાનો કેહર યથાવત છે ત્યારે ભાવનગર યુનિવર્સિટીએ કોરોનાકાળમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી છે. પ્રજાલક્ષી અને વિદ્યાર્થીલક્ષી ECની મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. ઓક્સિજન પ્લાન્ટ તેમજ આર્થિક સહાય અને મફત શિક્ષણ સુધીનાં નિર્ણયો કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં બે દિવસથી કોરોના કેસમાં ઘટાડો પરંતુ હોમ ક્વોરેંટાઇન અને આઇસોલેટેડ દર્દીઓ વધ્યા
યુનિવર્સિટીએ કોરોના કાળમાં લીધા પ્રજાલક્ષી નિર્ણય
ભાવનગર યુનિવર્સીટીએ કોરોનાકાળમાં પ્રજાને ઉપયોગી બનવા માટે બે અગત્યના નિર્ણયો લીધા છે જે પ્રજાલક્ષી છે. યુનિવર્સિટીએ પ્રજા માટે આગામી દિવસોમાં આવનાર ત્રીજી લહેરની ચિંતા કરીને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે મંજૂરી સરકારમાં માગી છે. સરકારની મદદ અને ભાવનગર યુનિવર્સિટી જગ્યા આપીને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપીને ભાવનગર અને બોટાદ જિલ્લા માટે આગામી દિવસોમાં ટેકારૂપ બનવાની કોશિશ કરી છે. આ સાથે જરૂરીયાત મંદ કોરોના દર્દીઓ માટે 10 લાખની દવા મફતમાં વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. ત્રણ મેડિકલ સેન્ટરો પર વિનામૂલ્યે પ્રજા માટે 550ની આવતી કોરોના દર્દીની દવાની કીટ મફતમાં વિતરણ કરશે એ પણ માત્ર પ્રિક્રિપશનના આધારે.