ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષાઓ જુલાઈમાં ત્રણ તબક્કામાં યોજાશે - કોરોનાની ગાઈડલાઈન

ભાવનગર યુનિવર્સીટી જુલાઈ 5 થી ત્રણ શેસનમાં પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવશે. યુનિવર્સીટીએ ત્રણ તબક્કામાં પરીક્ષાઓ જુલાઈ માસમાં યોજવામાં આવી છે. 5 જુલાઈથી લઈને વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ લેવાનો પ્રારંભ કરવામાં આવશે.

ભાવનગર
ભાવનગર

By

Published : Jun 30, 2021, 11:58 AM IST

  • 5 જુલાઈથી ભાવનગર યુનિવર્સીટીની પરિક્ષાઓનો થશે પ્રારંભ
  • 15 જુલાઈએ બીજો તબક્કો અને ત્રીજો 26 જુલાઈથી થશે શરૂ
  • એક બ્લોકમાં 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે પરીક્ષામાં

ભાવનગર: યુનિવર્સીટીઓને સરકારે પરીક્ષાઓ માટે આયોજન કરવાનું કહેતા ભાવનગર યુનિવર્સીટીએ પરીક્ષા યોજવાનું નક્કી કર્યું છે. યુનિવર્સીટીએ ત્રણ તબક્કામાં પરીક્ષાઓ જુલાઈ માસમાં યોજવામાં આવી છે. 5 જુલાઈથી લઈને વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ લેવાનો પ્રારંભ કરવામાં આવશે. ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થશે એટલે ત્રીજી લહેર આવે અને પ્રારંભ થાય તે પહેલાં પરીક્ષાઓ આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

SOP મુજબ એન્ટ્રી અને એક્ઝિટ અલગ રાખવામાં આવશે

ગુજરાતમાં કોરોના કેસ ઘટવાની સાથે યુનિવર્સીટીએ પરીક્ષાઓ માટે આયોજન કર્યું છે. ભાવનગર યુનિવર્સીટી 5 જુલાઈથી SOP પ્રમાણે પરીક્ષાઓ લેવાનું નક્કી કર્યું છે જે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ચાલશે અને પરીક્ષાઓ પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો:ભાવનગર યુનિવર્સીટીમાં 3 વર્ષથી 40 ટકા બેઠકો ખાલી, નવી મંજૂરી રોકાય

યુનિવર્સીટીમાં આગામી જુલાઈ માસમાં પરીક્ષાનો દૌર થશે શરૂ

ભાવનગર યુનિવર્સીટી જુલાઈ 5 થી ત્રણ શેસનમાં પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવશે. તે સેશનમાં UG સેમ 6, PG સેમ 4, LLB સેમ 1 અને 6, B.ED અને B.ED HI સ્વામ 4, MCM સેમ 1, MBA સેમ 1 અને 4, MHRD M 4, TY BA, TY BCOM (એક્સ્ટર્નલ) તેમજ 15 જુલાઈથી રીપીટર પરીક્ષા UG સેમ 1,3,5 તથા PG સેમ 1,3 અને તમામ ડિપ્લોમાં કોર્ષની સેમ 1,3 અને LLB સેમ 3 અને 5, 26 જુલાઈથી FY અને SY, BA/BCOM તથા MA/MCOM પાર્ટ 1 અને 2 તેમજ એક્સ્ટર્નલ, ડિપ્લોમા સેમ 2 અને 4ની પરીક્ષાઓ લેવામાં આવશે. શહેર અને ગ્રામ્યના કુલ 26 કેન્દ્ર પર પરીક્ષાઓ યોજવામાં આવશે.

આ પણ વાંચો:ભાવનગર યુનિવર્સીટીમાં પરીક્ષાનો પ્રારંભ, Etv Bharat એ વિદ્યાર્થીનો સાથે કરી વાતચીત

પરીક્ષા માટે કેવી કોરોનાને પગલે આયોજન કરાયું

ભાવનગર યુનિવર્સીટીએ 26 કેન્દ્રો પર કોરોનાની ગાઈડલાઈન માટે એન્ટ્રી અને એક્ઝિટ અલગ રાખવામાં આવ્યા છે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે એક બ્લોકમાં માત્ર 20 વિદ્યાર્થીઓને ડિસ્ટન્સ સાથે પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરી છે. જોકે, પરીક્ષા પહેલા યુનિવર્સીટીએ વેક્સિનના કાર્યક્રમો કરીને 5,281 લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે. જોકે, સેન્ટર ચેન્જ માટે 1,223 વિદ્યાર્થીને મંજૂરી આપવામાં આવી છે આ સાથે હોસ્ટેલમાં દરેક વિદ્યાર્થી પરીક્ષા દરમ્યાન હોલ ટિકિટથી પ્રવેશ મેળવી શકશે. નવા પ્રવેશ માટે સમસ્યા ઉભી નહીં થાય તેમ કુલપતિએ જણાવ્યું હતું. કારણ કે, ગત વર્ષે કુલ 27,212 બેઠક પૈકી 17,066 બેઠક ભરાઈ હતી અને 10,146 બેઠક ખાલી રહી હતી તેથી નવા પ્રવેશમાં સંખ્યા વધવાથી તકલીફ કે સમસ્યા નહિ થાય તેમ જણાવ્યું છે

ABOUT THE AUTHOR

...view details